મોરબી જીલ્લા આપ દ્રારા આતંકી હુમલાના દિવંગતોના પરિવારને સહાય અને આરોપીઓને કડક સજાની માંગ
વાંકાનેરના મહિકા પાસે ટ્રકની પાછળ આઇસર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE








વાંકાનેરના મહિકા પાસે ટ્રકની પાછળ આઇસર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના મહીકા ગામ પાસે હાઇવે રોડ ઉપરથી યુવાન આઇસર લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન તેણે આગળ જતા ટ્રકની પાછળના ભાગમાં તેનું આઇસર અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો જેમાં આઇસરના ચાલકને ગંભીર ઇજાઓ થઇ હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજ્યું છે જેથી અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ દેવભૂમિ દ્વારકાના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં પરશુરામ પોટરી પટેલ વાડીની સામેની શેરીમાં રહેતા જીતેન્દ્રસિંહ માનસિંહ જાડેજા (41)એ આઇસર નંબર જીજે 1 ડીયુ 1597 ના ચાલક વિપુલભાઈ સરવણભાઈ રાઠોડ રહે. જસદણ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તારીખ 10/4 ના રોજ બપોરના ત્રણેક વાગ્યે અરસામાં આરોપી પોતાના હવાલા વાળું આઇસર વાંકાનેર હાઇવે રોડ ઉપર મહીકા ગામ પાસેથી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળના ભાગમાં જઈ રહેલા ફરીયાદીની ટ્રક નંબર જીજે 12 બીવાય 9047 ની પાછળના ભાગમાં આઇસર અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વિપુલભાઈ રાઠોડ ને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં જીતેન્દ્રસિંહ જાડેજા એ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

