વાંકાનેરના અમરસર ગામે નજીવી વાતમાં સામસામે મારમારી, ઇજા પામેલા લોકો સારવારમાં: બંને પક્ષેથી ફરિયાદ
વાંકાનેરના માર્કેટ ચોકમાં યુવાનને ગાળો આપીને લોખંડના પાઇપ વડે મારમાર્યો: બે સામે ફરિયાદ
SHARE








વાંકાનેરના માર્કેટ ચોકમાં યુવાનને ગાળો આપીને લોખંડના પાઇપ વડે મારમાર્યો: બે સામે ફરિયાદ
વાંકાનેરના માર્કેટ ચોકમાં ગોલાની દુકાન પાસે યુવાનને ગાળો આપીને લોખંડના પાઇપ વડે ડાબા કાન પાછળના ભાગમાં અને માથામાં માર મારીને ઈજા કરી હતી તેમજ ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના દિવાનપ શેરી નં-1 માં રહેતા કેવલભાઈ રાજેશભાઈ સુરેલા (25)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અમિતભાઈ જયસુખભાઈ સેજપાલ અને વિશાલભાઈ જયસુખભાઈ સેજપાલ રહે. બંને સરકારી હોસ્પિટલ સામે જડેશ્વર રોડ વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેરના માર્કેટ ચોકમાં જલારામ ગોલાની દુકાન પાસે રોડ ઉપર આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી હતી અને વિશાલભાઈ સેજપાલે લોખંડનો પાઇપ ફરિયાદીને ડાબા કાનની પાછળના ભાગમાં અને માથાના ભાગે મારીને ઇજા કરી હતી તેમજ અમિતભાઈ સેજપાલે ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
ઝેરી અસર થતા સારવારમાં
મોરબી તાલુકાના પાનેલી ગામે નવાપરા કોળીવાસ વિસ્તારમાં રહેતા હિરજીભાઈ ટીડાણી નામના ૨૪ વર્ષના યુવાને થોડા દિવસો પહેલા પાનેલી ગામમાં વાડીએ કોઈ કારણોસર દવા પી લીધી હોય તેની અસર થતા સારવાર માટે ખાનગી દવાખાને લઇ જવામાં આવ્યો હતો.જયારે મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતો રજાકભાઈ બાવલભાઈ જામ નામનો ૩૪ વર્ષનો યુવાન ઝીંઝુડાથી દહીંસરા જતો હતો ત્યારે ગામના પુલ નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજાઓ થવાથી અત્રે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર નવા જાંબુડીયા ગામ પાસે ઓવરબ્રિજ નીચે બાઇક સ્લીપ થવાના બનાવમાં હાલ મોરબી મૂળ પંચમહાલના વતની ઉમેશકુમાર પ્રતાપસિંહ પાંડોર નામના ૨૬ વર્ષના યુવાનને ઇજાઓ થઈ હોય તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના વાંકાનેર હાઇવે લાલપર ગામ પાસે આવેલ સોલો સિરામિક નજીક રહી મજૂરી કામ કરતા મોહમ્મદચાંદ અબ્દુલભાઈ અંસારી નામના ૫૪ વર્ષીય આધેડ બપોરના સમયે પગપાળા જતા હતા.ત્યારે લાલપર ગામે આવેલ સેન્ટ્રલ બેન્ક પાસે અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટે લેતા જમણા પગના થાપાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેમને આયુષ હોસ્પિટલમાં સારવારમાં લઈ જવાયા હતા.

