વાંકાનેરના માર્કેટ ચોકમાં યુવાનને ગાળો આપીને લોખંડના પાઇપ વડે મારમાર્યો: બે સામે ફરિયાદ
વાંકાનેર નજીક 220 કેવી સબ સ્ટેશનમાંથી કેપેસીટર બેન્કના એક રિયક્ટરની ચોરી
SHARE








વાંકાનેર નજીક 220 કેવી સબ સ્ટેશનમાંથી કેપેસીટર બેન્કના એક રિયક્ટરની ચોરી
વાંકાનેરના ધમલપર ગામ પાસે આવેલ 220 કેવી સબ સ્ટેશનની ખુલ્લી જગ્યામાંથી કેપેસીટર બેન્કના એક રિયક્ટરની ચોરી કરવામાં આવેલ છે અને તેનો વજન 300 કિલો તેમજ કિંમત 50,000 રૂપિયા થાય છે જેથી કરીને હાલમાં વીજ કંપનીના સ્ટાફ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ પુષ્કરધામ એવન્યુ-2 નાગબાઈ મંદિર પાસે રહેતા નિકુંજભાઈ ભવનભાઈ રામાણી (36)એ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે ધમલપર ગામ પાસે 220 કેવી વાંકાનેર સબ સ્ટેશનની ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કેપેસીટર બેંકના એક રિયક્ટરની ચોરી કરવામાં આવેલ છે જેનું વજન 300 કિલો અને કિંમત 50,000 રૂપિયા થાય છે જેથી હાલમાં વીજ કંપનીના સ્ટાફે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
ફીનાઇલ પી જતા સારવારમાં
મોરબીના નવલખી રોડ સર્વોદય સોસાયટી વિસ્તારમાં રહેતા રવિદાન મારૂભાઈ ગઢવી નામના ૫૦ વર્ષના આધેડ કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયા હોય સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા નોંધ કરી કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબી સામાકાંઠે ઇન્દિરાનગરમાં રહેતા વિનોદભાઈ મેર નામના ૩૫ વર્ષના યુવાનને અર્ધબેભાન હાલતમાં ૧૦૮ વડે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી તાલુકાના અમરાપર નદી ગામે રહેતા ભાવનાબેન ભરતભાઈ નામના ૩૧ વર્ષીય મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.તેઓ બાઈકમાં બેસીને અમરાપર ગામે હનુમાન મંદિર પાસેથી જતા હતા ત્યાં બાઈક સ્લીપ થવાના બનેલા બનાવમાં તેમને ઇજા થઈ હોય સારવારમાં લઈ જવાયા હતા.

