મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ટ્રેલરમાં ભરેલ સમાનની લોખંડની એંગલ સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE































રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ટ્રેલરમાં ભરેલ સમાનની લોખંડની એંગલ સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

રાજકોટ અમદાવાદ હાઈવે રોડ ઉપરથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ટ્રેલરમાં ભરવામાં આવેલ લોખંડના સામાનની એંગલ બહારના ભાગે હતી તેની સાથે યુવાન અથડાયો હતો જેથી યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી અને ટ્રક ટ્રેલરનો ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જો કે, ઇજા પામેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે રહેતા વિપુલકુમાર વેલજીભાઈ મેઘાણી (34) એ ટ્રક નંબર એમએચ 46 એએફ 9050 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, રાજકોટ અમદાવાદ હાઈવે રોડ ઉપર દેવાબાપાની જગ્યા પાસેથી આરોપી પોતાના હવાલા વાળો ટ્રક ટ્રેલર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમાં ભરવામાં આવેલ લોખંડના સામાનની એંગલો ટ્રેલરની બહારના ભાગમાં નીકળેલી હાલતમાં હતી દરમ્યાન ફરિયાદીનો ભાઈ પ્રકાશભાઈ તેનું બાઈક નંબર જીજે 13 બીએચ 1549 લઈને વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતો હતો ત્યારે દેવાબાપાની જગ્યા પાસે ટ્રક ટ્રેકરની સાઈડ કાપવા જતા તેમાં બહાર નીકળેલ લોખંડની એંગલ સાથે ફરિયાદીનો ભાઈ પ્રકાશભાઈ અથડાતાં તેને માથામાં અને શરીરે ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવ બાદ આરોપી તેનું વાહન લઈને નાશી ગયો હતો જેથી મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.












Latest News