જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી એલસીબીની ટીમે મગફળીના ભુંસાની આડમાં રાજકોટ તરફ લઈ જવાતો 14,040 બોટલ દારૂ પકડ્યો, 1.02 કરોડના મુદામાલ સાથે એક પકડાયો
SHARE








વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી એલસીબીની ટીમે મગફળીના ભુંસાની આડમાં રાજકોટ તરફ લઈ જવાતો 14,040 બોટલ દારૂ પકડ્યો, 1.02 કરોડના મુદામાલ સાથે એક પકડાયો
મોરબી જીલ્લામાં અગાઉ દવા, ભંગાર, અનાજ વિગેરેની આડમાં દારૂની હેરફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે તેવામાં હવે ભુંસાની બોરીઓની આડમાં દારૂની હેરફેરીનો પર્દાફાશ એલસીબીની ટીમે કર્યો છે અને મોરબી જીલ્લામાં આવતી વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પંજાબના ભટીંડાથી ગુજરાત રાજ્યમાં આવી રહેલ દારૂને પકડવામાં આવેલ છે અને ટ્રક ટ્રેલરમાંથી પોલીસે મગફળીની ભુંસાની બોરીઓની આડમાં છુપાવેલ દારૂની 14040 બોટલો કબજે કરેલ છે અને દારૂ તેમજ વાહન સહિતનો મુદામાલ મળીને 1.02 કરોડથી વધુનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે અને હાલમાં ડ્રાઈવરને પકડવામાં આવેલ છે જો કે, માલ મોકલાવનાર અને મંગાવનાર સહિતનાઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
રાજકોટના રેન્જ આઇજી અશોકકુમાર તેમજ મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ હાલમાં એલસીબીના એમ.પી.પંડયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો કામ કરી રહ્યા છે તેવામાં એલસીબીના સુરેશભાઇ હુંબલ, વિકમભાઇ કુગશીયા તથા આશીફભાઇ ચાણકીયાને ખાનગી રહે હકિકત મળેલ હતી કે, અમદાવાદ તરફથી ટ્રક ટ્રેઇલર નંબર આઇજે 14 જીજી 5205 વાળુ રાજકોટ તરફ જનાર છે. જે ટ્રેઇલરમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે.
જેથી બાતમી આધારે એલસીબીની ટિમ વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ટોલપ્લાઝા નજીક વોચમાં હતી ત્યારે પોલીસ ચોકી સામે રોડ ઉપર વાહન ચેકિંગ દરમ્યાન મળેલ હકીકત વાળુ ટ્રેઇલર નીકળતા તેને રોકવામાં આવ્યું હતું અને ચેક કરવામાં આવતા તેમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલરને લઈને આવ્યા હતા અને ચેક કરવામાં આવતા તેમાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂની કુલ મળીને 14040 બોટલો મળી આવી હતી જેથી કરીને 67,69,920 ની કિંમતનો દારૂ તેમજ 30 લાખની કિંમતનું વાહન, બે મોબાઈલ ફોન, મગફળીના ભુસાની ભરેલી 150 બોરીઓ, બિલ્ટી, ઇ-વે બીલ તથા ઇનવોઇસ બીલ, રોકડા રૂપીયા 2500 આમ કુલ મળીને 1,02,77,920 નો મુદામાલ કબ્જે કરેલ છે અને આરોપી ટ્રક ડ્રાઇવર સતારામ કૂશારામ ખોથ રહે. જાયડુ ગામ લેગાખોથા કી ઢાણી તાલુકો રામસર જીલ્લો બાડમેર રાજસ્થાન વાળાને પકડવામાં આવેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં માલ મોકલનાર તરીકે કિશોર સારણ રહે. ખડીર ગામ તાલુકો રામસર જીલ્લો બાડમેર રાજસ્થાન વાળાનું નામ સામે આવ્યું છે જેથી હાલમાં પકડાયેલ આરોપી તેમજ માલ મોકલાવનાર અને મંગાવનાર સહિતનાઓની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
ઉલેખનીય છે કે, હાલમાં સમગ્ર રાજયની બોર્ડર ઉપર પોલીસ દ્વારા ગેરકાયદે ચીજવસ્તુઓની હેરાફેરી ઉપર વોચ રાખી સધન વાહન ચેકિંગ અંગેની પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવેલ છે જેથી પકડાયેલ ટ્રક ટ્રેઇલરના ડ્રાઇવરે પંજાબ રાજયના ભટીંડાથી ઉપરોકત દારૂનો જથ્થો ભરી પોતાને પોલીસ પકડે નહિ તે માટે પંજાબથી હરીયાણા, રાજસ્થાન રાજયમાં થઇ ગુજરાતમાં આ દારૂનો જથ્થો ભરેલ ટ્રક ટ્રેઇલરમાં ઉપરના ભાગે મગફળીના ભુસાની બોરીઓની આડમાં દારૂની ફૂડ પ્રોડકટ અંગેની ખોટી બિલ્ટીઓ બનાવી હતી અને રજુ કરીને ઇંગ્લીશ દારૂનો જથ્થો આરોપીઓ દ્વારા ગુજરાતમાં ઘુસાડવામાં આવેલ છે. જેથી કરીને પોલીસે હવે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

