મોરબી નજીક બાઇકને હડફેટે લઈને 7 વર્ષની બાળકીનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
SHARE








મોરબી નજીક બાઇકને હડફેટે લઈને 7 વર્ષની બાળકીનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી દંપતી તેની દીકરી સાથે બાઈક ઉપર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેઓના બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં દંપતીને ઈજા થઈ હતી અને તેની બાળકીને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક બાળકીના પિતાએ હાલમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબીમાં વેજીટેબલ રોડ પાસે આવેલ ભીમસર વિસ્તારમાં રહેતા પીન્ટુભાઇ ચનાભાઈ પરમાર (30)એ હાલમાં જીજે 37 ટી 6990 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 2/4 ના રોજ સાંજે પોણા આઠેક વાગ્યાના અરસરમાં ફરિયાદી તેના પત્ની અસ્મિતાબેન પીન્ટુભાઇ પરમાર (29) અને તેની દીકરી આયુષી પીન્ટુભાઇ પરમાર (7)ને પોતાના બાઇક નંબર જીજે 36 કયું 3770 ઉપર જઇ રહ્યા હતા ત્યારે મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે ટ્રક ચાલકે તેઓના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં પીન્ટુભાઇની 7 વર્ષની દીકરી આયુષીને માથામાં ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું જો કે, પીન્ટુભાઇ પરમાર તથા તેના પત્નીને ઇજાઓ થયેલ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક બાળકીના પિતાએ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

