મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં ત્રણ સ્થળે જુગારની રેડ, 7 શખ્સ પકડાયા-એકની શોધખોળ


SHARE







મોરબી શહેરમાં ત્રણ સ્થળે જુગારની રેડ, 7 શખ્સ પકડાયા-એકની શોધખોળ

મોરબીના ગાંધી ચોક, માર્કેટ યાર્ડમાં આવેલ શાકમાર્કેટ વિભાગ અને રેલ્વે કોલોનીના પટમાં સ્થાનિક પોલીસે જુગારની જુદાજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે કુલ મળીને 7 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જો કે, એક શખ્સ નાસી ગયેલ છે હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદાજુદા ત્રણ ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં ગાંધી ચોક પાસે ચલણી નોટના આધારે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચલણી નોટના આધારે જુગાર રમતા હુસેનભાઈ મહમદભાઈ ભટ્ટી (25) રહે. વીસીપર ફૂલછાબ કોલોની શેરી નં-4 મોરબી, સુલતાનભાઇ દિલાવરભાઈ મોવર (22) રહે. જોન્સનગર મોરબી તથા આસિફભાઇ યુસુફભાઈ કચ્છી (21) રહે. મેમણ કોલોની કોહિનૂર શેરીની બાજુમાં મોરબી વાળા મળી આવ્યા હતા તેની પાસેથી પોલીસે 7,690 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

જ્યારે જુગારની બીજી રેડ માર્કેટ યાર્ડમાં આવેલ શાકમાર્કેટ વિભાગમાં કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા નરોતમભાઈ વિશાલસિંગ રાજપૂત (24) તથા વિવેકભાઈ રાજેન્દ્રભાઈ કશ્યપ (20) રહે. હાલ બંને માર્કેટયાર્ડ દુકાન નં-18 મોરબી મૂળ રહે. યુપી વાળા મળી આવતા પોલીસે તેઓની પાસેથી 4,600 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને જુગારની ત્રીજી રેડ રેલવે કોલોનીના પટમાં જાહેરમાં કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ગોપાલભાઈ બાબુભાઈ રાવા (27) રહે. વિજયનગર રાધાકૃષ્ણ સોસાયટી મંદિર પાસે મોરબી, કિશનભાઇ રામજીભાઈ ગરીયા (23) રહે. ન્યુ રેલવે કોલોની મોરબી તથા કાનાભાઈ ભુપતભાઈ ઠુંગા રહે. વિજયનગર મોરબી વાળા જુગાર રમતા હતા જોકે પોલીસને જોઈને કાનાભાઈ ઠુંગા સ્થળ ઉપરથી નાસી ગયા હોય પોલીસે બે આરોપીઓની 12,800 ની રોકડ સાથે ધરપકડ કરી હતી અને એ ડિવિઝનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

માળીયા મિયાણામાં આવેલ નવી તાલુકા પંચાયતથી પીપળીયા ચાર રસ્તા તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 561 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરીને આરોપી સલીમભાઈ ઉર્ફે પલો દિલાવરભાઇ જેડા (38) રહે. હાશમશાપીરની દરગાહ સામે માળિયા મીયાણા વાળાની ધરપકડ કરીને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News