મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી નવયુગ વિદ્યાલયનો સિતારે નવયુગ-2025 સન્માન સમારોહ-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


SHARE



































મોરબી નવયુગ વિદ્યાલયનો સિતારે નવયુગ-2025 સન્માન સમારોહ-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબીમાં શનાળા રોડે આવેલ નવયુગ વિદ્યાલયના વાર્ષિકોત્સવ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ “સિતારે નવયુગ:2025” નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં KG થી ધો. 12 સુધી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ HSC અને SSC બોર્ડમાં પોતાના વિષયમાં 100 ટકા પરિણામ લાવનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દ્વારા જુદીજુદી કૃતિઑ રજૂ કરવામાં આવી હતી. જેમાં સોમનાથના ઇતિહાસની  કૃતિએ તમામ  શ્રોતાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ  કાર્યક્રમના અંતમાં કાશ્મીરના પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે, ડૉ. ગુણવંતભાઈ આરદેશના, મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ શૈલેષભાઇ દેત્રોજા, હિમાંશુભાઈ કુંડારીયા, મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો. પ્રમુખ હરેશભાઈ બોપલિયા, મોરબી જિલ્લા વિહિપના પ્રમુખ જિલેષભાઇ કાલરીયા, મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ નિલેશભાઈ કુંડારીયા, હર્ષદભાઈ કાવર, ડૉ વૈશાલી વડનગરા, ડૉ. મયુર સદાતિયા, ડૉ. વિશાલ રાજપરા, ડૉ. દીપ્તિ કાંજીયા, ડૉ. મેહુલ પનારા, મહેશભાઈ ભોરણીયા ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમ સંસ્થાના સુપ્રીમો પી.ડી. કાંજીયા તેમજ ટ્રસ્ટી રંજનબેન કાંજીયા અને બળદેવભાઈ સરસવાડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. અને નવયુગના મૅનેજિંગ ડિરેક્ટર નિલેશભાઈ અધારા, સંતોકીભાઈ, પરેશભાઈ, હસમુખભાઈ, મનોજભાઈ તથા કોરિયોગ્રાફર ભાસ્કરભાઈ સહિતના સ્ટાફમિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.


















Latest News