મોરબીની ઈડન ગાર્ડન સોસાયટી એસ.પી. રોડ ખાતે ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિર યોજાશે
SHARE








મોરબીની ઈડન ગાર્ડન સોસાયટી એસ.પી. રોડ ખાતે ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિર યોજાશે
મોરબીની ઈડન ગાર્ડન સોસાયટી એસ.પી. રોડ ખાતે ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 9 થી 18 સુધી બાળકો માટેની સિદ્ધ સમાધિ યોગ શિબિર યોજાશે અને આ શિબિરમાં 8 થી 14 વર્ષની વય મર્યાદા ધરાવતા બાળકોને રજિસ્ટ્રેશન કરવા માટે આયોજકોએ જણાવ્યૂ છે.
ચિલ્ડ્રન એસ.એસ.વાય અત્યંત સરળ શક્તિશાળી,અસરકારક અને પરિણામલક્ષી યોગની સાધના છે જેમાં પ્રાણાયામ, ધ્યાન અને જીવન ઉધર્વગામી બનાવે તેવા વિષયોની ચાર્ટ બનાવી સમજ આપવામાં આવે છે. અને આ શિબિરથી બાળકનો સ્વભાવ શાંત બને અને તેની યાદ શક્તિમાં વધારો થાય તે સહિતના અનેક ફાયદા થાય છે. આ શિબિર આઠ દિવસની છે અને દરરોજ આશરે બે કલાકનો સમય હોય છે છેલ્લા દિવસે સવારથી સાંજ સુધી બહાર જવાનું હોય છે. આ શિબિરનું વિગતવાર માહિતી આપતું ઇન્ટ્રોડક્શન લેક્ચર સેમિનારના બાળકોના વાલીઓ માટે નીચેના વિગતે ઇન્ટ્રોડકશન લેક્ચર સેમિનાર વાલીઓ માટે તા.9 ના રોજ સાંજે 4.30 વાગ્યે રાખેલ છે આ શિબિરનો સમય સાંજે 4.30 થી 6:30 કલાકનો રહેશે અને ઈડન ગાર્ડન, એસ.પી. રોડ, મોરબી ખાતે યોજવામાં આવશે અને રજિસ્ટ્રેશન માટે નવનીતભાઈ કુંડારીયા (9825224898) અને ધ્રુવ દેત્રોજા (9913111202)નો સંપર્ક કરવા જણાવ્યુ છે.

