મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો
હળવદના જુના દેવળિયા નજીક વાડીની ઓરડીમાંથી 1.95 લાખથી વધુનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો, આરોપીની શોધખોળ
SHARE








હળવદના જુના દેવળિયા નજીક વાડીની ઓરડીમાંથી 1.95 લાખથી વધુનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો, આરોપીની શોધખોળ
હળવદના જુના દેવળિયા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં મોરબી એલસીબીની ટીમે રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી દારૂ અને અને બીયરનો જથ્થો મળી આવેલ છે જેથી પોલીસે 1.95 લાખનો મુદામાલ કબજે કર્યો છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધાવવામાં આવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદના જુના દેવળિયા ગામની સીમમાં કમલેશ માવજીભાઈ ભોરણીયાની વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે વાડીની ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની 180 બોટલ જેની કિમત 1,21,140 તેમજ 744 બીયરના ટીન જેની કિંમત 74,400 આમ કુલ મળીને 1,95,140 નો મુદામાલ જપ્ત કર્યો હતી જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી કમલેશ માવજીભાઈ ભોરણીયા રહે. જુના દેવળિયા તાલુકો હળવદ વાળો હાજર હતો નહીં જેથી કરીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

