મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર ઇજા પામેલ યુવાનનું મોત


SHARE









વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર ઇજા પામેલ યુવાનનું મોત

વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપર અમરધામ પાસે આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન માટી ખાતામાં કામ કરતા શ્રમિકનો કન્વેયર બેલ્ટમાં હાથ આવી ગયો હતો જેથી તેને બંને હાથ તથા માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર અમરધામ પાસે આવેલ સનસાઈન સેરા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિજયભાઈ કાળુભાઈ મેડા (19) નામનો યુવાન કારખાનામાં આવેલ માટી ખાતામાં કામગીરી કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણે અકસ્માતે કન્વેયર બેલ્ટમાં તેનો હાથ આવી ગયો હતો ત્યારબાદ બંને હાથ અને માથાના ભાગે તે યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ હાથ ધરી છે

બીમારી સબબ મોત

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામ પાસે આવેલ બીએસ પોલીપેક નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા છોટુભાઈ કમલસિંહ કુશવાહ (22) નામના યુવાનનું કોઈ બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવતી સારવારમાં

મોરબી તાલુકાના લાલપર ગામે ઘર પાસે પુષ્ટિ આનંદીલાલ ખરડિયા (20) નામની યુવતીના માથા ઉપર દરવાજો પડ્યો હતો. જેથી તેને માથામાં ઇજા થઇ હોવાથી પ્રાથમિક સારવાર મોરબી સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News