મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં એસટીમાં ચડતી વખતે બસ ચાલુ થઈ જતા ટાયર નીચે કચડાઈ જતાં વૃદ્ધા સારવારમાં


SHARE









વાંકાનેરમાં એસટીમાં ચડતી વખતે બસ ચાલુ થઈ જતા ટાયર નીચે કચડાઈ જતાં વૃદ્ધા સારવારમાં

વાંકાનેરના પુલ દરવાજા પાસે માર્કેટ ચોકમાં એસટી બસમાં વૃદ્ધા ચડતા હતા ત્યારે બસના ચાલકે બસ ચાલુ કરી દીધી હતી જેથી વૃદ્ધા નીચે પડી ગયા હતા અને તેના ડાબા પગ ઉપરથી બસનું વ્હીલ ફરી જવાના કારણે ડાબો પગ ગોઠવણથી નીચેના ભાગમાં ચીપાઈ ગયો હતો જેથી મહિલાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા અને વૃદ્ધાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એસટીના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના બગડું ગામના રહેવાસી ત્રિકમભાઈ દેવરાજભાઈ ડોબરીયા (73) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એસટી બસ નંબર જીજે 18 ઝેડ 9705 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પત્ની વિજયાબેન ત્રીકમભાઈ ડોબરીયા (70) વાંકાનેરમાં પુલ દરવાજા પાસે માર્કેટ ચોકમાં એસટી બસ ઉભી હતી તેમાં બેસવા માટે જતા હતા દરમ્યાન આરોપીએ તેના હવાલા વાળી એસટી બસને ચાલુ કરી દેતા ફરિયાદીના પત્ની નીચે પડી ગયા હતા અને તેઓના ડાબા પગ ઉપરથી એસટી બસનું વ્હીલ ફરી ગયું હતું જેથી તેઓનો ડાબા પગનો ગોઠણથી નીચેનો ભાગ ચિપાઈ ગયો હતો અને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની ભોગ બનેલા વૃદ્ધાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડી પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા જયસુખભાઈ રાજુભાઈ કોળી (30) રહે સરતાનપર ગામ તાલુકો વાંકાનેર વાળા મળી આવ્યો હતો જેથી પોલીસે 340 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરીને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોય ત્યાં સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા દિનેશભાઈ છત્રભુજભાઈ કારીયા (60) રહે. રુદ્ર ફ્લેટ વાઘાણી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 1600 રૂપિયાની રોકડ કબજે કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News