મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે યુવાન ઉપર બંદૂકથી ભડાકો ન થતાં છરીના આડેધડ ઘા ઝીકિને કરી હત્યા


SHARE











મોરબીના ખાખરાળા ગામે યુવાન ઉપર બંદૂકથી ભડાકો ન થતાં છરીના આડેધડ ઘા ઝીકિને કરી હત્યા

મોરબીના ખાખરાળા ગામે રહેતો યુવાન રાજકોટ ખાતે અભ્યાસ કરતો હતો અને વેકેશન હોવાથી તે પોતાના ઘરે આવ્યો હતો અને ગામમાં આવેલ દુકાને અન્ય લોકોની સાથે તે બેઠો હતો તેવામાં ગામનો જ એક શખ્સ બંદૂક લઈને તેની પાસે આવ્યો હતો અને યુવાન ઉપર ભડાકો કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે, બંદૂક ફૂટી ન હતી જેથી તે શખ્સે તેની પાસે રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને શરીર ઉપર આડેધડ ઘા ઝીકયા હતા જેથી ગંભીર રીતે ઇજા પામેલ હાલતમાં યુવાનને સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં ખાખરાળા ગામે રહેતા જગદીશભાઇ સામતભાઈ કરોતરા (46)એ હાલમાં સાગર ઉર્ફે મૂલું આયદાનભાઈ ડાંગર રહે. ખાખરાળા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેનો મોટો દીકરો કિશન જગદીશભાઇ કરોતરા (21) રાજકોટ ખાતે બી.એડ. નો અભ્યાસ કરતો હતો. અને તેની સાથે જીપીએસસીએની પરીક્ષા માટેની તૈયારી પણ કરી રહ્યો હતો જો કે, તેનો દીકરો કિશન વૅકેશન કરવા માટે તેઓના ઘરે ખાખરાળા ગામે આવ્યો હતો અને ફરિયાદી તેના કામથી કચ્છમાં ગયા હતા અને ત્યાંથી પાછા આવી રહ્યા હતા તેવામાં તેને રાતે 9:23 વાગ્યે તેના નાના દીકરા નિરજનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, “કિશનને કાનીયાની દુકાન પાસે વાગેલ છે અને લોહી નીકળના પડી ગયેલ છે જેથી ડાયાબાપા તથા કેશુભાઈ તેને હોસ્પીટલે લઇ જાય છે. જેથી તમે તાત્કાલીક આવો તેમ વાત કરેલ હતી.

જેથી ફરિયાદી તેના ભત્રીજા કેશુને ફોન કર્યો હતો અને કેશુએ કહ્યું હતું કે, “આપણા લખમણભાઈ જે.આર.હોસ્પીટલમા નોકરી કરે છે ત્યા લઈને જઈએ છીએ અને તમે ત્યા આવો” જેથી ફરિયાદી ત્યાં પહોચાયા હતા અને ત્યાં તેના દીકરા કિશનને છાતી, વાસા, જમણા ખંભા, કાંડા અને જમણા હાથના પોંચાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાનું જોવા મળ્યું હતું અને વધુ પ્રમાણમા લોહીઓ નીકળી ગયું હતું. જેથી ફરિયાદી બનાવ વિષે લખમણભાઈ હિરાભાઈને પૂછાતા તેને કહ્યું હતું કે, હું તથા ડાયાભાઈ નથુભાઇ, કેતનભાઈ ડાયાભાઈ તથા તમારો દિકરો કિશન દુકાને હાજર હતા ત્યારે રાતના નવેક વાગ્યે સાગ૨ ઉર્ફે મુળુ આયદાનભાઈ ડાંગર ત્યાં આવ્યો હતો અને તેની પાસે રહેલ બંદુક વડે કિશન ઉપર ફાયર કરેલ પંરતુ બંદુક ફુટેલ ન હતી જેથી તેની પાસે રહેલ છરી વડે કિશનને શરીર ઉપર આડેધડ ઘા માર્યા હતા.

જેથી દુકાને હાજર રહેલા લોકો દોડીને કિશનને છોડાવવા માટે ગયા હતા તેવામાં કિશનને લોહી નીકળતા તે નીચે પડી ગયેલ હતા અને સાગર ઉર્ફે મુળુ આયદાનભાઈ ડાંગર વાળો ત્યાથી દોડીને ભાગી ગયેલ હતો ત્યાર બાદ ઇજા પામેલા કિશનને મોરબીની ખાનગી હોસ્પીટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ હત્યાની ફરિયાદ આધારે પોલીસે સાગર ઉર્ફે મુળુ આયદાનભાઇ ડાંગર સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે. 






Latest News