મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર, ટંકારા અને મોરબી તાલુકામાં જુદાજુદા સ્પાના સંચાલકો સામે પોલીસની કાર્યવાહી


SHARE









વાંકાનેર, ટંકારા અને મોરબી તાલુકામાં જુદાજુદા સ્પાના સંચાલકો સામે પોલીસની કાર્યવાહી

મોરબી જિલ્લાના વાંકાનેર, ટંકારા અને મોરબી તાલુકામાં જુદાજુદા વિસ્તારમાં સ્પા આવેલ છે ત્યાંના સંચાલક અને જગ્યાના માલિક દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભાયાતી જાંબુડીયા ગામ નજીક નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ હિમાલયા પ્લાઝાના બીજા માળ ઉપર ઓમ સાંઈ સ્પા આવેલ છે અને તે સ્પામા કામ કરતા કર્મચારીઓની બાયોડેટા સહિતની વિગત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ ન હતી જેથી સ્પાના માલિક અને સંચાલક હેમુભાઇ રણછોડભાઈ મીઠાપરા (32) રહે. મકાનસર તુલસી રેસીડેન્સી-2 મેલડી માતાજીનાં મંદિરની બાજુમાં મોરબી મૂળ રહે. નડાળા તાલુકો સલાયા જિલ્લો સુરેન્દ્રનગર વાળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં હડમતીયા રોડ ઉપર શિવ કોમ્પલેક્ષમાં આવેલ દુકાન નંબર ત્રણ થી છ મા એન્જોય લાઇફ સ્પા આવેલ છે અને તે દુકાનના માલિકે સ્પાના સંચાલકને દુકાનો ભાડેથી આપેલ છે જોકે ભાડા કરારની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય દુકાનના માલિક ગુલામહુસેન ઉર્ફે રાજુભાઈ ઈસ્માઈલભાઈ સુમરા (49) રહે. વજેપર શેરી નં-12 મોરબી મૂળ રહે. ભાવપર તાલુકો માળીયા વાળાની સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

આવી જ રીતે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર લાલપરની બાજુમાં આદ્યશક્તિ ચેમ્બર-2 ના ત્રીજા માળ ઉપર સિગ્નેચર વેલનેસ સ્પા આવેલું છે અને સ્પાના માલિકે પોતાના સ્પામાં કામ કરતાં કર્મચારીઓની બાયોડેટા સહિતની વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં આપેલ ન હોવાથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પરિમલભાઈ ગોપાલભાઈ વાઘેલા (28) રહે. લીલાપર રોડ ઓમકાર રેસીડેન્સી મોરબી વાળા સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

માળીયા (મી)માં રહેતા ગુલબાનુબેન ગનીભાઇ મોવર (45) નામના મહિલાને મામલતદાર કચેરી નજીક કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવેલ છે.

બાળકી સારવારમાં

ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામે રહેતા ક્રિષ્નાબેન પેથાભાઈ કરોતરા (13) નામની બાળકી તેના ભાઈ સાથે બાઈકમાં બેસીને જઈ રહી હતી દરમિયાન કોઈ કારણસર કે બાઈકમાંથી પડી જતા ક્રિષ્નાને ઈજા થઇ હોવાથી ઇજા પામેલ બાળકીને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવેલ છે.




Latest News