મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટે ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, બમણી રકમનો દંડ ફટકાર્યો


SHARE



































મોરબીની કોર્ટે ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, બમણી રકમનો દંડ ફટકાર્યો

મોરબીની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને ચેકની બમણી રકમનો દંડ ફટકાર્યો છે.

આ કેસની હકીકતો એવી છે કે મોરબીના જગદીશભાઈ ભાણજીભાઈ વડાવીયા પાસેથી લતીપુરા વડોદરાના એગ્રો ફુડસ એક્ષપોર્ટ પ્રા.લિ.ના ડાયરેકટર ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ પટેલે સંબંધ દાવે ૧૪,૨૫,૦૦૦ તેમજ બીજી રકમ પણ કટકે કટકે મેળવી હતી આમ કુલ મળીને ૨૮,૦૭,૦૦૦ હાથ ઉછીના લીધેલહતા તે લેણી રકમની ફરીયાદીએ માંગણી કરતા ઘનશ્યામભાઈએ ફરીયાદીને રૂપીયા ૧૪,૨૫,૦૦૦ ની લેણી રકમનો ચેક ઈસ્યુ કરેલ હતો જે ચેક બેન્કમા જમા કરાવતા તે ચેક રિટર્ન થયો હતો જેથી કરીને ફરીયાદીએ ઘનશ્યામભાઈ સામે મોરબીની કોર્ટમાં વર્ષ ૨૦૨૩ થી નેગો.ઈ. એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદના કામે ઘનશ્યામભાઈએ  ૪,૨૪,૦૦૦ ચુકવેલ છે ત્યાર બાદની બાકી રકમ ૧૦,૦૧,૦૦૦ ફરીયાદીને ચુકવવામાં આવેલ નથી જેથી ફરીયાદ પક્ષની કાયદાકીય ધારદાર દલીલો કરીને પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા તેને ધ્યાને લઈને મોરબીની કોર્ટે ઘનશ્યામભાઈ પટેલને એક વરસની સાદી કેદની સજા અને ચેકની બાકી નીકળતી રકમ ૧૦,૦૧,૦૦૦ ની ડબલ રકમ એટલે કે, ૨૦,૦૨,૦૦૦/- નો દંડ ફટકાર્યો છે અને તે દંડમાથી ફરીયાદીને ફરીયાદવાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષીક ટકા ૯ ટકા વ્યાજ સહિત ચુકવી આપવાનો હુકમ કર્યો છે આ કેસમાં ફરીયાદના વકીલ તરીકે રાજેશ જે.જોષી, મહેશભાઈ આર.પરમાર તથા જય ડી.જોષી રોકાયેલા હતા.


















Latest News