મોરબીમાં વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ હાલ મોકૂફ
રાજકોટ જેલમાંથી પેરોલ રજા લઈને ફરાર થયેલ મોરબી તાલુકાનાં દુષ્કર્મ-હત્યાનો કેદી બિહારથી ઝડપાયો
SHARE









રાજકોટ જેલમાંથી પેરોલ રજા લઈને ફરાર થયેલ મોરબી તાલુકાનાં દુષ્કર્મ-હત્યાનો કેદી બિહારથી ઝડપાયો
રાજકોટ મધ્યસ્થ જેલમાં દુષ્કર્મ/ મર્ડરના ગુનામાં આજીવન સજા ભોગવી રહેલ આરોપી પેરોલ રજા ઉપરથી છેલ્લા બે વર્ષથી ફરાર થયેલ હતો જે આરોપીને બિહાર રાજયના નવાદા જિલ્લા ખાતેથી મોરબી જિલ્લા એલસીબીની ટીમે પકડી લીધેલ છે અને આરોપીને રાજકોટ જેલ હવાલે કરવામાં આવેલ છે.
રાજકોટના રેન્જ આઇજી અશોક કુમાર અને મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા તથા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. અને મોરબી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ કામ કરે છે તેવામાં જયેશભાઇ વાઘેલા તથા વિક્રમભાઇ રાઠોડને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, મોરબી તાલુકામાં વર્ષ ૨૦૧૮ માં દુષ્કર્મ અને મર્ડરનો બનાવ બનેલ હતો જે ગુનાના પાકા કામનો આરોપી સુરજકુમાર ગોરેલાલ ચૌહાણ રહે. પ્લેટીનિયમ બ્યુટી કંપની કવાટર્સ તાલુકો મોરબી મૂળ રહે.જોરાવર બિધા તાલુકો નારદીગંજ જીલ્લો નવાદા (બિહાર) વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે રાખવામા આવેલ હતો અને હાઇકોર્ટમાંથી વર્ષ ૨૦૨૩ માં તા.૦૧/૦૬/૨૦૨૩ થી દિન-૨૧ની પેરોલ રજા મેળવી હતી અને જેલ મુકત થયેલ હતો જો કે, આરોપીને તા.૨૩/૦૬/૨૦૨૩ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હતું પરંતુ પાકા કામનો કેદી પેરોલ રજા પરથી પરત હાજર થયેલ નહી અને ફરાર થયેલ હોય જે કેદીને ખાનગી બાતમી આધારે બાઘી બરડીહા ઠેકાપર ગામ તાલુકો નવાદા (બિહાર) ખાતેથી પકડી પાડી હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે

