મોરબીના મોટીવાવડી ગામ નજીક વાડીની ઓરડીમાંથી રાજકોટના બુટલેગરનો 114 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
ટંકારાના મેઘપર ઝાલા ગામના પાટીયા પાસેથી બોટલ દારૂ ભરેલ કાર સાથે એક શખ્સ પકડાયો: 4.17 લાખનો મુદામાલ કબજે
SHARE







ટંકારાના મેઘપર ઝાલા ગામના પાટીયા પાસેથી બોટલ દારૂ ભરેલ કાર સાથે એક શખ્સ પકડાયો: 4.17 લાખનો મુદામાલ કબજે
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના પાટીયા પાસેથી કાર પસાર થઈ રહી હતી તે કારને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી દારૂની 20 બોટલ મળી આવતા પોલીસે દારૂ, કાર અને મોબાઈલ મળીને કુલ 4,17,111 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરેલ છે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મેઘપર ઝાલા ગામના પાટીયા પાસેથી વેન્યુ કાર નંબર જીજે 36 એસી 9537 પસાર થઈ રહી હતી જે કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની કુલ મળીને 20 બોટલો મળી આવતા 12,111 રૂપિયાની કિંમતનો દારૂ, 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન અને 4 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ ફુલ મળીને 4,17,11 ની કિંમત નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી સાગરભાઇ સવજીભાઈ માલકીયા (26) રહે. ઘુનડા (ખાનપર) તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂ તે કયાંથી લવેલ હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

