મોરબીના રાજપર નજીક કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભરી લેતા મોત
SHARE







મોરબીના રાજપર નજીક કારખાનામાં યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબી તાલુકાના રાજપર ગામ નજીક આવેલ કારખાનાના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના રાજપર ગામ પાસે આવેલ મિત્રા પોલિપેક નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કરણ બંટીલાલ બારોલીયા (32) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મૃતકના પત્ની મમતાબેન મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના લાલપર ગામ પાસેથી મૂળ એમપીના નેતલપુરનો રહેવાસી રાયદાસ રઘુદાસ બરેલા (25) નામનો યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી તેને ઈજા થઈ હોવાથી તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા વિનોદભાઈ દેવજીભાઈ મકવાણા (48)ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ફિનાઇલ પી જતાં સારવારમાં
મોરબી તાલુકાના પાવળીયારી નજીક આવેલ કઝારીયા સીરામીક ખાતે બાબુભાઈ નાનજીભાઈ પરમાર (45) નામનો યુવાન કોઇ કારણોસર ફીનાઇલ જતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

