મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી કચ્છ હાઇવે ઉપર ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત


SHARE







મોરબી કચ્છ હાઇવે ઉપર ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ આરામ હોટલની સામેના ભાગમાંથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેઓના બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા નજીક આવેલ નવા હંજીયાસર મોવરવાસમાં રહેતા અનવરભાઈ સિદ્દીકભાઈ જેડા (31)એ ટ્રક ટેલર નંબર જીજે 12 બિઝેડ 8639 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પિતા કચ્છ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ આરામ હોટલની સામેથી પોતાનું બાઈક નંબર જીજે 36 એએચ 3772 લઈને માળીયા બાજુ ખરીદી કરવા માટે જતાં હતા ત્યારે ફરિયાદીના પિતા સીદીકભાઈ ગગાભાઈ જેડા (60) ના બાઇકને ટ્રક ટેલરના ચાલકે પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટેલરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News