મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકા અને હળવદમાં દારૂની ત્રણ રેડ: 21 બોટલ દારૂ-38 બિયરના ટીન સાથે ત્રણ આરોપીની ધરપકડ


SHARE



































મોરબી શહેર-તાલુકા અને હળવદમાં દારૂની ત્રણ રેડ: 21 બોટલ દારૂ-38 બિયરના ટીન સાથે ત્રણ આરોપીની ધરપકડ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાંથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરતા તે કારમાંથી 18 બોટલ દારૂ અને 36 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ બિયર તથા કાર મળીને કુલ 1,13,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી શેરી નં-2 માંથી કાર નંબર જીજે 3 સીઆર 4616 પસાર થઈ રહી હતી જે કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા કારમાંથી દારૂની 18 બોટલો તથા 36 બિયર ના ટીમ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 13,500 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તેમજ 1 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 1,13,500 ની કિંમતના મુદ્દામાલ સાથે મનીષ ઉર્ફે પેંગો જયકિશન અનાવડીયા (25) રહે. માર્કેટ યાર્ડમાં મોરબી મૂળ રહે. રતનપર મીલની ચાલી ખોજાના કબ્રસ્તાન પાસે શેરી નં-15 સુરેન્દ્રનગર વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

દારૂ-બીયર ઝડપાયો

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ સ્કાય ટચ કારખાનામાં મજુરની ઓરડી નં-2 માં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ત્રણ બોટલ અને બે બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને 3,288 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી રાહુલભાઈ રમેશભાઈ મહાલીયા (24) રહે. સ્કાય ટચ સીરામીક લેબર ક્વાર્ટરમાં સાપર તાલુકો મોરબી મૂળ રહે. હેમંતપુરા તાલુકો પાટડી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

બે બોટલ દારૂ

હળવદમાં આસ્થા રોડ મેલડી માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી પોલીસે 930 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી ખેમરાજ મન્નાલાલ ડાંગી (41) રહે. હાલ હળવદ મોરબી ચોકડી પાસે મૂળ રહે. ઉદયપુર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.


















Latest News