અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીકથી જુદીજુદી બે બોલેરોમાં કતલખાને લઈ જવાતા 18 અબોલજીવને બચાવ્યા: ચાર શખ્સની ધરપકડ


SHARE

















માળીયા (મી) નજીકથી જુદીજુદી બે બોલેરોમાં કતલખાને લઈ જવાતા 18 અબોલજીવને બચાવ્યા: ચાર શખ્સની ધરપકડ

માળીયા નજીક ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલ બે બોલેરો ગાડીને ગૌરક્ષકો દ્વારા રોકવામાં આવી હતી જે બંને ગાડીમાંથી કુલ મળીને 18 અબોલજીવ મળી આવ્યા હતા જેને બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા જેથી કરીને માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે ચાર શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી જિલ્લાના ગૌરક્ષકો દ્વારા માળીયા નજીક બે બોલેરો ગાડી નંબર જીજે 12 બીઝેડ 4224 અને જીજે 12 બીવાય 6313 ને રોકવામાં આવી હતી અને તેમાંથી એક ગાડીમાં 14 અને બીજીમાં 4 આમ કુલ મળીને 18 અબોલજીવને બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ 18 અબોલજીવને બચાવવામાં આવ્યા હતા અને 24,000 ની કિંમતના અબોલજીવ તેમજ 10 લાખ રૂપિયાની કિંમતની બે ગાડીઓ આમ કુલ 10.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગેરકાયદે પશુઓની ગેરકાયદે હેરાફેરી કરનારા શખ્સોની સામે હાલમાં મોરબીના રવાપર નદી ગામે રહેતા રામજીભાઈ શિવાભાઈ મૈયરા દ્વારા માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે આરોપી અબ્દુલ મીઠન જત (26), વલીમહમદ મહમદઅલી જત (22) અને અમિરહસન નુરમહમદ જત (22) રહે. ત્રણેય નાના સરાડા તાલુકો ભુજ અને નસીબખાન અબ્દુલસલામ જત (35) રહે. છારી ગામ તાલુકો નખત્રાણા વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News