મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લો 92.91 ટકા સાથે સાયન્સમાં રાજ્યમાં પ્રથમ: સરકારી શાળાનું ઉત્કર્ષ પરિણામ


SHARE









મોરબી જીલ્લો 92.91 ટકા સાથે સાયન્સમાં રાજ્યમાં પ્રથમ: સરકારી શાળાનું ઉત્કર્ષ પરિણામ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો. સાયન્સ અને કોમર્સ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને તેની સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કર્યું છે ત્યારે સાયન્સ પ્રવાહમાં મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમે આવેલ છે.

હાલમાં જે પરિણામ જાહેર કરવામાં આવેલ છે તેના ઉપર નજર કરીએ તો સાયન્સ પ્રવાહમાં મોરબી જિલ્લાનું પરિણામ 92.91 ટકા આવ્યું છે અને હળવદ કેન્દ્રમાં 488 માંથી 464 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. અને કેન્દ્રનું 95.08 ટકા પરિણામ છે. મોરબી કેન્દ્રમાં 966 માંથી 890 વિદ્યાર્થીઓ પાસ થાય છે અને કેન્દ્રનું 92 13 ટકા પરિણામ છે. વાંકાનેર કેન્દ્રમાં 281 માંથી 258 વિદ્યાર્થીઓ પાસ થયા છે આમ જીલ્લામાં 1735 માંથી 1612 વિદ્યાર્થીઓ પાસ થયા છે જો વિદ્યાર્થીઓને મળેલ ગ્રેડની વાત કરીએ તો A1 ગ્રેડમાં 47 વિદ્યાર્થીઓ, A2 માં ગ્રેડમાં 261 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં 435 વિદ્યાર્થીઓ, B2 ગ્રેડમાં 360 વિદ્યાર્થીઓ, C1 ગ્રેડમાં 310 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અત્રે ઉલેખનીય છેકે, ધો. 12 સાયન્સમાં સરકારી શાળાનું ખૂબ જ સારું પરિણામ ચાલુ વર્ષે આવેલ છે જેમાં હળવદની મોડેલ સ્કૂલનું 100 ટકા પરિણામ છે જેમાં 25 વિદ્યાર્થીઓ પાસ છે વાંકાનેર મોડેલ સ્કૂલનું 91.30 ટકા, માળીયા તાલુકાના મોટી બરારની મોડેલ સ્કૂલનું 90.90 ટકા અને મોરબીની વી.સી. હાઈસ્કૂલનું 75 86 ટકા પરિણામ આવ્યું છે.




Latest News