મોરબીના સરતનપર રોડ ઉપર પતરું ઉડીને માથે પડતા બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓને ઈજા થતા સારવારમાં મોરબીના મોડપર ગામ પાસે ટવેરા પલટી જતા ચાર મહિલા સહિત નવને ઈજા મોરબીમાં બીમારી સબબ સારવારમાં રહેલા યુવાનનું હૃદય બંધ થઈ જતા મોત મોરબીમાં ઘર પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી મોરબીમાં ટ્રાફિકની સિગ્નલ તોડીને પોલીસકર્મીને ધમકી: ત્રણ શખ્સો સામે હવે નોંધાયો ગુનો વાંકાનેરમાં કરિયારવર માટે ઉઘારમાં માલ અપાવનારે બાકીના રૂપિયા બાબતે વાત કરતાં ઈંટ વડે હુમલો મોરબીમાં કરિયાણાની દુકાનમાંથી 30 બોટલ દારૂ અને બિયરના 54 ટીન સાથે દુકાનદારની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોને સાવચેતી રાખવા બાગાયત વિભાગની માર્ગદર્શિકા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા AICCના ઓબ્ઝર્વરની હાજરીમાં સંવિધાન બચાવો યાત્રા યોજાઇ


SHARE















મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા AICCના ઓબ્ઝર્વરની હાજરીમાં સંવિધાન બચાવો યાત્રા યોજાઇ

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે સંવિધાન બચાવો યાત્રાનું મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું જે યાત્રામાં AICCના ઓબ્ઝર્વર બી.વી. શ્રીનિવાસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઈસ પ્રેસિડેન્ટ અને મોરબી જિલ્લા કોંગ્રેસના સહ ઓબ્ઝર્વર ડો. દિનેશ પરમાર, વાલજીભાઈ, ઝાકીર હુસૈન ચૌહાણ અને હિતેશભાઈ વોરા સહિતના હાજર રહ્યા હતા. આ તકે ડો. દિનેશભાઈ પરમારે કહ્યું હતું કે, વર્તમાન સરકાર લોકોને ગુમરાહ કરી રહી છે અને તેને ગરીબી, બેરોજગારી, મોંઘવારી સહિતના કોઈ મુદા દેખાતા નથી. આટલું જ નહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યમાં કથળી ગયેલ છે. અને લોકો હેરાન છે ત્યારે સરકાર મંદિર-મસ્જિદમાંથી બહાર આવતી નથી. તેમજ દેશના સૈનિકો અને નિર્દોષ લોકોને હુમલા કરીને મારી નાખવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર શું કરી રહી છે તે સૌથી મોટો સવાલ છે. તો બી.વી. શ્રીનિવાસે કહ્યું હતું કે, વર્તમાન સરકાર અને તેના નેતાઓ સંવિધાનને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે દેશભરમાં કોંગ્રેસ પાર્ટી સંવિધાન બચાવવા રેલી યોજી રહી છે તેના ભાગ રૂપે મોરબીમાં યાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. આ રેલીને સફળ બનાવવા માટે થઈને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા તથા કે.ડી.બાબરવા, દેવેન્દ્રસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ કંઝારીયા, લલીતભાઈ કાસુન્દ્રા, ચિરાગભાઈ રાચ્છ, ભાવેશભાઈ ભટ્ટ, યાસીનભાઈ મન્સુરી, દીપકભાઈ પરમાર સહિતના કોંગ્રેસના જિલ્લા, શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News