મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા પ્રદેશ અધ્યક્ષને છેલ્લા 4 વર્ષનો કામગીરીનો રિપોર્ટ સોપાયો


SHARE



































ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા પ્રદેશ અધ્યક્ષને છેલ્લા 4 વર્ષનો કામગીરીનો રિપોર્ટ સોપાયો

ગુજરાત ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા ગત વર્ષોમાં અનેક સકારાત્મક અને સાર્થક પ્રવૃત્તિઓ સફળતાપુર્વક થઇ, જે દ્વારા કદાચ સૌ પ્રથમવાર આટલાં મોટાં સ્તરે  ગુજરાતભરના વિવિધ ક્ષેત્રના કલાકારો એક છત્ર હેઠળ આવ્યા, એમણે મંચ અને પ્રોત્સાહન મળ્યાં અને સરકારી યોજનાઓના લાભ વિષે માહિતી મળી તેમજ સમસ્યાઓની રજૂઆત પણ સાંભળવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પત્ર લખીને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યાં હતા અને તેઓના 73 માં જન્મદિવસની ત્રણ દિવસ સુધી વિશેષ ઉજવણી “શબ્દરંગ”, રામમંદિર સ્થાપના નિમિત્તે “સબકે રામ, ઓન ઈન્સ્ટાગ્રામ”,  “સેલીબ્રીટી મીટ એન્ડ ગ્રીટ વીથ શ્રી જય શાહ”, સૌ પ્રથમ વખત ૪૦૦ થી વધારે કલાકાર વિધાનસભા મુલાકાત વગેરે અનેક કાર્યક્રમો થકી ગુજરાતભરના હજારો કલાકારો જોડાયા હતા આ સમગ્ર કાર્યક્રમોનો સચિત્ર અહેવાલ પુસ્તક રૂપે પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલને સુપ્રત કરવામાં આવ્યો હતો ત્યારે પ્રદેશ સાંસ્કૃતિક સેલ સંયોજક જનક ઠક્કર, પ્રદેશ સદસ્ય ઉર્વશી રાદડિયા અને મહર્ષિ દેસાઈ અને અમદાવાદ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના સંયોજક અને પ્રદેશ ટીમ સાથે સક્રિય રાકેશ પુજારા તેમજ સુરત સાંસ્કૃતિક સેલના સંયોજક વૈભવ દેસાઈ પણ જોડાયા હતા.


















Latest News