ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા પ્રદેશ અધ્યક્ષને છેલ્લા 4 વર્ષનો કામગીરીનો રિપોર્ટ સોપાયો
મોરબીની સેશન્સ કોર્ટે એનડીપીએસના કેસમાં આરોપીને ફટકારી 10 વર્ષની સજા: 50 હજારનો દંડ
SHARE








મોરબીની સેશન્સ કોર્ટે એનડીપીએસના કેસમાં આરોપીને ફટકારી 10 વર્ષની સજા: 50 હજારનો દંડ
મોરબીની ખાનગી બસમાં સુરતથી બીજાના નામે પાર્સલ મંગાવ્યું હતું જે પાર્સલમાં ગાંજો 20 કિ.ગ્રા. 245 ગ્રામ હતો તે ગાંજાના જથ્થા સાથે પોલીસે એક આરોપીને પકડ્યો હતો અને ત્યાર બાદ બે શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો જે કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં એક આરોપીને છોડી મૂકવામાં આવેલ છે જો કે, એક આરોપીને એનડીપીએસના કેસમાં 10 વર્ષની સજા અને 50 હજારનો દંડ કોર્ટે ફટકાર્યો છે.
આ કામના ફરીયાદીએ તા. 6/10/2019 રોજ ફરીયાદ આપેલી હતી કે, આ કામના આરોપી જુબેરભાઈ અબ્દુલભાઈ મનસુરીએ આરોપી અહેમદ ઉર્ફે આમદો ઉર્ફે ભૂરો સતારભાઈ મેમણના કહેવાથી શ્રીજી ટ્રાવેલ્સ મોરબીની બસમાં સુરતથી ગાંજાનો જથ્થો (પાર્સલ) મંગાવી જે ગાંજાનું પાર્સલ દિનેશભાઈના નામથી મંગાવ્યું હતું અને આરોપી જુબેરભાઈ અબ્દુલભાઈ મનસુરી શ્રીજી ટ્રાવેલ્સની ઓફીસે તે લેવા માટે ગયો હતો. અને તે પાર્સલમાં ગાંજો 20 કિ.ગ્રા. 245 ગ્રામ હતો જેની કિંમત 1,21,470 થાય છે. તે ઉરપાંત એક મોબાઈલ પણ મળી આવેલ હતો. અને જે તે સમયે બે શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ 1985 ની કલમ- 20 (બી) તથા 29 મુજબ ગુનો નોંધાયેલ હતો.
આ કેસમાં જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા 20 મૌખિક અને 49 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને તેઓએ કરેલ ધારદાર દલીલોને ધ્યાને રાખીને મોરબી જિલ્લાના સેસન્સ જજ ડી.પી. મહિડા સાહેબે આરોપી જુબેરભાઈ અબ્દુલભાઈ મનસુરી (38) રહે. મેમણશેરી દરીયાલાલ મંદીર સામે મોરબી વાળાને છોડી મુકવાનો હુકમ કર્યો છે જો કે, આરોપી અહેમદ ઉર્ફે આમદો ઉર્ફે ભુરો સતારભાઈ મેમણ (41) રહે. કુબેરનાથ રોડ મોચી શેરી સામે ગ્રીન ચોક મોરબી વાળાને દોષિત ઠેરવેલ છે અને 10 વર્ષની સજા તેમજ 50 હજારનો દંડ કર્યો છે. અને જો દંડ ન ભારે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કરવામાં આવે છે.

