માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ચોમાસા પહેલા સાફ કરવા સામાજીક કાર્યકરોની રજૂઆત


SHARE











મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ચોમાસા પહેલા સાફ કરવા સામાજીક કાર્યકરોની રજૂઆત

મોરબીના લોકોને ઊભરાતી ગટરની પીડામાંથી મુક્તિ આપવામાં આવે અને ચોમાસા પહેલા વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા, નદી, નાલા અને ગટરો સાફ કરવામાં આવે તેવી મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઈ છબીલભાઈ કોટેચાએ મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે મોરબીમાં વરસાદી પાણી ભરાઈ નહીં અને લોકોને હેરાન ન થવું પડે તે માટે ચોમાસા પહેલા જ તંત્ર  દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા, નદી, નાલા અને ગટરો સાફ કરવામાં આવે તે જરૂરી છે અને કેટલીક જગ્યાએ ખુલ્લી ગટર હોય તો તેને બંધ કરવામાં આવે અને વોંકળા ઉપર કરવામાં આવેલ દબાણ દુર કરવામાં આવે તે જરૂરી છે મોરબી શહેરમાં વર્ષોથી ઉભરાતી ગટરની સમસ્યા છે જેનુ નીરાકરણ આજ સુધી આવ્યું નથી આજની તારીખે પણ મોરબીના રવાપર રોડ, શનાળા રોડ, વાવડી રોડ સહિતના વિસ્તારોમાં અન્ડર ગ્રાઉન્ડ ગટર ઉભરાતી હોય છે જેથી લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. અને મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ તેવી શક્યતા છે. ત્યારે મોરબીના લોકો કરોડો રૂપિયાનો ટેક્ષ ભરે છે તેની સામે તેઓને ચોમાસામાં હેરાન થવું ન પડે અને ઉભરાતી ગટરની પીડામાંથી મુક્તિ આપીને સારી સુવિધા આપવામાં આવે તેવી માંગ કરેલ છે. ઉલેખનીય છે કે, મોરબીમાં વર્ષો જૂના વરસાદી પાણીના નિકાલ માટે 11 જેટલા વોંકળા આવેલ છે અને તેના ઉપર મોટા પ્રમાણમાં દબાણ થયેલ છે. જે દૂર કરવામાં આવે તેવી પણ માંગ કરેલ છે.






Latest News