માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

મોરબી: સરસ્વતી ભગવતી વિદ્યાલય તથા દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 માં 100 ટકા પરિણામ


SHARE









મોરબી: સરસ્વતી ભગવતી વિદ્યાલય તથા દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 માં 100 ટકા પરિણામ

મોરબીના બરવાળા ગામે આવેલી સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 ની પરીક્ષામાં 100 ટકા પરિણામ આવ્યું છે

મોરબીના બરવાળા ગામે આવેલી સરસ્વતી ભગવતી વિદ્યાલયે ધો. 12 ની પરીક્ષામાં સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ મેળવ્યું છે આ શાળામાં 42 વિદ્યાર્થીઓ ભણતા હતા જે તમામ પાસ થઈ ગયેલ છે. જેથી કરીને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. આ શાળાની સ્વ. જેરાજભાઈ કરમશીભાઈ પટેલ દ્વારા 55 વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાના હાલના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ છે તેઓએ અને અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યોએ દરેક સફળ વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

મોરબીમાં આવેલ દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 નું પરિણામ 100 ટકા આવ્યું છે અને શાળાના કુલ 62 વિધાર્થીઓમાંથી 22 વિદ્યાર્થીઓએ A ગ્રેડ મેળવેલ છે આમ "સરકારી શાળાઓ શ્રેષ્ઠ શાળાઓ" છે તે સૂત્રને અહીના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાર્થક કરી દીધેલ છે. જેથી શાળાના તમામ વિદ્યાર્થીઓને અને સ્ટાફને શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણીએ અભિનંદન આપેલ છે અને વધુમાં કહ્યું છે કે, વર્ષ દરમિયાન સ્ટાફની અથાગ મહેનત અને વિદ્યાર્થીઓની નિરંતર વાંચન અને પેપર લખવાની પ્રેક્ટિસથી આ શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે.




Latest News