મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં કમોસમી વરસાદ દરમ્યાન વીજળી પડતાં નુકશાન: હોર્ડીંગ બોર્ડ-વૃક્ષો તૂટી પડ્યા


SHARE



































મોરબીમાં કમોસમી વરસાદ દરમ્યાન વીજળી પડતાં નુકશાન: હોર્ડીંગ બોર્ડ-વૃક્ષો તૂટી પડ્યા

મોરબીના સોલંકીનગર ગામે મંદિર ઉપર વીજળી પડી હતી જેથી મંદિરની છત તૂટી પડી હતી જોકે કોઈને ઈજા થયેલ નથી પરંતુ મંદિરમાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ હોવાનું ગામના લોકો પાસેથી જાણવા મળેલ છે

ગઈકાલે રાત્રિના દસેક વાગ્યાથી મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે ભારે પવન ઉપડ્યો હતો અને ત્યારબાદ ધીમીધારે વરસાદ પણ વરસ્યો હતો અને કમોસમી વરસાદના કારણે જુદી જુદી જગ્યાએ નાના મોટી નુકસાની થયેલ છે ત્યારે મોરબીના સોલંકીનગર ગામે ભારે પવન અને કમોસમી વરસાદના કારણે હનુમાનજીના મંદિર ઉપર વીજળી પડી હતી જેથી મંદિરની છત તૂટી પડી હતી અને મંદિરમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય છે તથા હનુમાનજીની મૂર્તિ પણ ખંડિત થઈ હોવાનું ગામના રહેવાસીઓ પાસેથી જાણવા મળે છે ઉલેખનીય છે કે, ભારે પવનના કારણે મોરબીના હાઇવે રોડ ઉપર કેટલાક હોર્ડીંગ બોર્ડ અને તોતિંગ વૃક્ષો તૂટી  પડ્યા છે. જો કે, સદનસીબે કોઈ જીવલેણ અકસ્માત બનેલ નથી.


















Latest News