મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ


SHARE













મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ

પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ નહીં ભરતા જેલમે બેસાડવા માટે વકીલે કાર્યવાહી કરી હતી અને કોર્ટે પ્રતિવાદીને ત્રણ મહીનાની જેલ અને એક દિવસના ૨૫૦ રૂપિયાનો જેલનો ખર્ચ ભરવા માટેનો હુકમ કર્યો છે.

પશ્ચિમ ગુજરાત વિજ કાં.લી. દ્વારા ટંકારા કોર્ટમાં પ્રધુમનસિંહ બહાદરસિંહ જાડેજા સામે કોર્ટના હુકમ મુજબની લેણી થતી રકમ ૫૭,૩૦૦ પુરા વસુલ મેળવવા દિવાની દરખાસ્ત નં.૦૮/૨૦૨૫ થી દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી તે દરખાસ્તના કામે વાદી ના વકીલ મારફત પ્રધમનિસંહ બહાદુરસિંહ જાડેજાની જંગમ મિલ્કતની જપ્તીનું વોરંટ કાઢવા અરજી કરતા  કોર્ટે તેમની સામે જંગમ મિલ્કતની જપ્તી માટે વોરંટ કાઢેલ જેમાં કોર્ટના બેલીફ મારફત પ્રધુમનસિંહ બહાદુરસિંહ જાડેજાના ઘરે જંગમ મિલ્કતની જપ્તી કરવા જતા તેમના ઘરે જંગમ મિલ્કત અંગે નીલ રિપોર્ટ આવ્યો હતો જેથી વાદીના વકીલ નિકંજભાઈ પૂનમચંદભાઈ કોટક મારફત પ્રતિવાદી પ્રધમનસિંહ બહાદરસિંહ જાડેજા ની સ્થાવર મિલ્કત જપ્ત કરવા માટે સી.પી.સી.ઓ-૨૧, રૂલ-૪૧ મુજબ પ્રતિવાદી તેની સ્થાવર મિલ્કત જપ્ત કરવા માટે કોર્ટ માં જુબાની લેવા માટે અરજી કરેલ હતી જે અરજી કોર્ટે મંજુર કરેલ અને પ્રતિવાદી તે બાબતે સમન્સ/ નોટીસ પણ કોર્ટ દ્વારા બજાવવામાં આવેલ હતી પરંતુ પ્રતિવાદી પોતે જાતે કે તેમના વકીલ મારફત કોર્ટ સમક્ષ હાજર રહેલ નહી કે કોઈ રજુઆત કરેલ નહી જેથી વાદીના વકીલ નિકુંજભાઈ કોટક મારફત કોર્ટ સમક્ષ પ્રતિવાદીને "જેલ" માં બેસાડવા માટે સી.પી.સી. ઓ-૨૧, રૂલ-૪૧(૩) મુજબ ની અરજી કરેલ હતી જે અરજી કોર્ટે મંજુર રાખી પ્રતિવાદી પ્રધમનસિંહ બહાદરસિંહ જાડેજાને ત્રણ મહીનાની જેલનો તથા વાદીને એક દિવસના રૂા.૨૫૦ નો જેલનો ખર્ચ ભરવા માટેનો હુકમ ટંકારાના જજ એસ.જી.શૈખ સાહેબ દ્વારા કરવામાં આવેલ છે. આ કેસમાં વાદીના વકીલ તરીકે નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક રોકાયેલા હતા.




Latest News