મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીની સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં એક આરોપને 20 વર્ષ-મહિલા સહિત બે આરોપીને 5 વર્ષની સજા


SHARE









મોરબીની સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં એક આરોપને 20 વર્ષ-મહિલા સહિત બે આરોપીને 5 વર્ષની સજા

મોરબીમાં વર્ષ 2017 સગીરાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ આધારે મહિલા સહિત ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને તે કેસ મોરબીની એડી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ દ્વારા કરવામાં આવે દલીલો તેમજ રજૂ કરવામાં પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે એક આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને મહિલા સહિત બે આરોપીને 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

મોરબી કોર્ટમાં સગીરા સાથે અપહરણ અને દુષ્કર્મનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે જે કેસની સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબીમાં રહેતા પરિવારની સગીર દીકરી કેટરર્સમાં કામ કરવા માટે જતી હતી જે સગીરાનું કેટરર્સના બહાને અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચોટીલા ખાતે તેની સાથે આરોપી કાંતિલાલ અવચરભાઈ ડાભી દ્વારા વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને આરોપી ભારતીબેન રામજીભાઇ સતવારા તથા જીવરાજભાઈ ધનજીભાઈ પરમારએ દુષ્કર્મ વિષે કોઈને કહીશ તો તારા પરીવારને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી અને ઢીકાપાટુનો મુઢ માર માર્યો હતો. જે બનાવની વર્ષ 2017 માં મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી.

જે કેસ મોરબીની એડી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ એન.ડી. કારીઆ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને જજ કે.આર. પંડ્યા સાહેબ દ્વારા આરોપી કાંતિલાલ અવચરભાઈ ડાભીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને જુદીજુદી કલમ હેઠળ 60 હજારનો દંડ કર્યો છે અને જો દંડની રકમ આરોપી દ્વારા ન ભરવામાં આવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા તેમજ આરોપી જીવરાજભાઈ ધનજીભાઈ પરમાર અને ભારતીબેન રામજીભાઈ હડીયલને 5 વર્ષની સખ્ત કેદની સજા અને બંનેને 60 હજારનો દંડ કરવામાં આવેલ છે અને જો દંડની રકમ ન ભારે તો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે તથા વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનેલ સગીરાને 4 લાખ રૂપિયા તેમજ આરોપીઓ દંડની રકમ ભારે તો તે સહિત કુલ મળીને 5.80 લાખ રૂપિયા ચૂકવવા માટે હુકમ કર્યો છે.




Latest News