લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે પૂર્વ આયોજન કરવા અધિકારીઓને કલેકટરની સુચના


SHARE











મોરબી જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે પૂર્વ આયોજન કરવા અધિકારીઓને કલેકટરની સુચના

મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં તથા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીની  વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાની મેલેરીયા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા વાહક જન્ય રોગો અને રોગચાળા નિયંત્રણ તેમજ અટકાયતી પગલા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં લોહીની તપાસ માટે લેવામાં આવેલા નમુના, પોઝિટિવ કેસ તેમજ તે સંદર્ભે કરવામાં આવેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લાના પોઝિટિવિટી રેટની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિતના વાહકજન્ય રોગ અંગે સમીક્ષા કરી માસિક લોહી તપાસ ઇન્ડિકેટર અને તે બાબતના સર્લેલન્સ બાબતે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લામાં રોગચાળો ન વકરે તે માટે વરસાદ પૂર્વે પૂર્વ આયોજન કરી ક્યાંય પણ પાણી ન ભરાય તે માટે આગોતરું સુચારૂ આયોજન કરવા તેમજ ફોગીંગ સહિતની કામગીરી વધારવા સુચના આપવામાં આવી હતી. તો ડીડીઓ જે.એસ. પ્રજાપતિએ સ્લમ વિસ્તાર તેમજ સુચિત શહેરી વિસ્તારને ખાસ ધ્યાનમાં લઇ સાફ-સફાઈ, ફોગીંગ તેમજ ક્લોરીનેશન સહિતના જરૂરી પગલાઓ લેવા સૂચના આપી હતી.






Latest News