મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના પત્રકારોના સંતાનોએ ધો.10 માં ઉત્કૃષ્ટ પરિણામ


SHARE









મોરબીના પત્રકારોના સંતાનોએ ધો.10 માં ઉત્કૃષ્ટ પરિણામ

મોરબીના બે પત્રકારના સંતાનોએ ચાલુ વર્ષે ધો. 10 બોર્ડની પરીક્ષા આપેલ હતી જેનું પરિણામ જાહેર થયું છે તેમાં બંને પત્રકારના સંતાનો ઉત્કૃષ્ઠ પરિણામ સાથે પાસ થયેલ છે.

આ વર્ષે ધો. 10 બોર્ડની પરીક્ષા મોરબીના વિટીવીના પત્રકાર હરનિશભાઈ જોશીની દીકરી જોશી દિયા હરનિશભાઈએ આપેલ હતી જેમાં તેને 83.75 પીઆર સાથે બી-વન ગ્રેડ મેળવીને માતપિતા, પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. આવી જ રીતે મોરબીના પત્રકાર રવિભાઈ મોટવાણીના દીકરા પરિન રવિભાઈ મોટવાણીએ ધો.10ની પરીક્ષા આપેલ હતી જેમાં તેને 87.57 પીઆર સાથે એ-ટુ ગ્રેડ મેળવીને માતાપિતા, પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. ઉલેખનીય છેકે, દિયા જોશીએ ધો.10 પછી હવે આગળ ઇજનેર બનાવ ઈચ્છે છે અને પરિન મોટવાણી ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉજ્જવળ કારકિર્દી ઘડીને પોતાના પિતા અને પરિવારનું નામ રોશન કરવાની ઈચ્છા ધરાવે છે. આ બંને વિદ્યાર્થીઓને મોરબીના પત્રકારોએ અભિનંદન પાઠવીને શુભકામનાઓ પાઠવી હતી.




Latest News