મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનિષા ચંદ્રાની હાજરીમાં સમિક્ષા બેઠક યોજાઇ: નવખલી બંદરની લીધી મુલાકાત


SHARE









મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનિષા ચંદ્રાની હાજરીમાં સમિક્ષા બેઠક યોજાઇ: નવખલી બંદરની લીધી મુલાકાત

મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રાએ મોરબી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે દુશ્મન દેશના હુમલા કે યુદ્ધ સમયે સિવિલ ડિફેન્સની ૧૨ સેવાઓની સક્રિયતા અને સાધનોની સુનિશ્ચિતતા તથા જિલ્લામાં ચાલી રહેલ વિવિધ અભિયાન, વિકાસકામો અને યોજનાઓના અમલીકરણ અને સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠક અન્વયે પ્રભારી સચિવશ્રી દ્વારા સુજલામ્ સુફલામ્ યોજના હેઠળ કેચ ધ રૈન સહિત થયેલા કામો, પીએમ કિસાન યોજના અન્વયે ફાર્મર રજીસ્ટ્રી, પાણી પુરવઠા વિભાગ હેઠળના પાણીના પ્રશ્નો, મચ્છુ-૨ ડેમના ગેટના રીપેરીંગની કામગીરી, NFSA યોજના હેઠળ ઈ-કેવાયસીની કામગીરી, કમોસમી વરસાદના પગલે થયેલ નુકસાન, પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે વિવિધ તૈયારીઓ અને ગટર, પાણીના કુદરતી નિકાલ તેમજ રોડ સાઈડની સફાઈ વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી.

વધુમાં મોકડ્રીલ તેમજ સિવિલ ડિફેન્સ અંતર્ગતની કામગીરી, મોકડ્રીલ દરમિયાન રિસ્પોન્સ ટાઈમ, હોટલાઈન તથા સેટેલાઈટ ફોન જેવા કોમ્યુનિકેશનના સાધનોની સક્રિયતા તેમજ સિવિલ ડિફેન્સની વિવિધ ૧૨ સેવાઓના નોડલની નિમણૂંક સહિતના મુદ્દાઓ અંગે પ્રભારી સચિવએ ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત તેમણે અધિકારીઓને કોઈપણ કામગીરીમાં ગુણવત્તાને વધુ મહત્વ આપી પરિણામલક્ષી કામગીરી કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા

મોરબી જીલ્લાના નવલખી પોર્ટની જીલ્લાના પ્રભારી સચિવ ડો.મનીષા ચંદ્રાએ મુલાકાત લીધેલ હતી ત્યારે કલેક્ટર, ડીડીઓ, એસપી સહિતના અધિકારી તેઓની સાથે રહ્યા હતા અને ખાસ કરીને નવલખી પોર્ટની સલામતી વ્યવસ્થાઓની સમીક્ષા પ્રભારી સચિવની હાજરીમાં કરવામાં આવી હતી




Latest News