મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબી: બાગાયતના વિવિધ ઘટકમાં સહાય મેળવવા ૩૧ મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકાયું


SHARE

















મોરબી: બાગાયતના વિવિધ ઘટકમાં સહાય મેળવવા ૩૧ મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકાયું

બાગાયતના વિવિધ ઘટકોમાં સહાય લેવા માટે બાગાયતદાર ખેડૂતો ખેડૂત આઈ પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના  સરનામે રજુ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાયલક્ષી યોજનાઓ જેવી કે કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ, ઔષધિય પાકો, હાઇબ્રીડ શાકભાજી પાકોનું વાવેતર, કંદ ફુલો, દાંડી ફુલો, છુટા ફુલો, હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), મધમાખી પેટી/બોક્ષ સમૂહ સાથે, મધમાખી હાઇવ માટે સહાય, અનાનસ (ટીસ્યુ), અન્ય સુગંધિત પાકો જેવા કે, પામારોઝા, લેમન ગ્રાસ, તુલસી, ખસ, વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો, પોલીહાઉસ / નેટ હાઉસમાં ઉગાડવામાં આવતા અતિમૂલ્ય ધરાવતા ફળ અને શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે સહાય, પોલીહાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ, સેવંતી અને લીલીયમના પ્લાન્ટીંગ મટીરીયલ અને ખેતી ખર્ચ માટે સહાય, પોલીહાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ અને ખેતી ખર્ચ માટે સહાય, મસાલા પાકો, વગેરે જેવા ૨૧ ઘટકોમાં લાભ લેવા ખેડૂતો માટે તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ - http//ikhedut.gujarat.gov.in ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

હળવદમાં ઔદ્યોગિક ભરતી મેળો
મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૩/૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી આધાર પુરાવાઓની સાથે ત્યાં હાજર રહેવા માટે જણાવ્યુ છે.




Latest News