મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની કોલેજમાં પ્રવેશ લેતા પહેલા હેલ્પ સેન્ટર જી.જે.શેઠ કોમર્સ કોલેજનો સંપર્ક કરો


SHARE

















મોરબી જિલ્લાની કોલેજમાં પ્રવેશ લેતા પહેલા હેલ્પ સેન્ટર જી.જે.શેઠ કોમર્સ કોલેજનો સંપર્ક કરો

કોઈપણ વિદ્યાર્થી ધો. 12 પાસ કરે એટ્લે તેના વાલીઓને હવે મારા સંતાનને કઈ વિદ્યાશાખા એટલે કે અભ્યાસક્રમમાં આગળ વધવું તે પ્રશ્ન થતો હોય છે ત્યાર બાદ કોલેજ પસંદગી, વિષય પસંદગી આવા અનેક પ્રશ્નો મૂંઝવતા હોય છે પ્રશ્નોના નિરાકરણ માટે શ્રીમતી જી.જે. શેઠ કોમર્સ કોલેજ ભડીયાદ રોડ, નજરબાગ રેલવે સ્ટેશનની  પાસે મોરબી ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નિયુક્ત સ્ટાફ ઉપલબ્ધ છે.

શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ ઉપર માત્ર એક જ ફોર્મ ભરવાનું છે એક જ ફોર્મથી ગુજરાતની 15 સરકારી યુનિવર્સીટીની વિવિધ કોલેજોમાં વિવિધ કોર્સમાં પ્રવેશ મળી શકે છે આ GCAS પોર્ટલ ઉપર શ્રીમતી જી.જે .શેઠ કોમર્સ કોલેજ દ્વારા વિનામૂલ્યે રજીસ્ટ્રેશન અને પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે આ ઉપરાંત મોરબી જિલ્લાના ધો. 12 પાસ થયેલા વિધ્યાર્થીઓને જિલ્લામાં પ્રવેશ મળી જશે એટલે ખોટી ઉતાવળ કરવી નહીં. અને ખાસ કરીને કોલેજની ભૌતિક સગવડો, કોલેજમાં ઉપલબ્ધ સ્ટાફની સંખ્યા અને તેની શૈક્ષણિક લાયકાતો, ફી નું માળખું વગેરે બાબતોની યોગ્ય તપાસ કર્યા બાદ જ કોલેજની પસંદગી કરવાની જરૂર છે. જેના માટેની વિશેષ માહિતી કે માર્ગદર્શન જો કોઈને જોઈતું હોય તો તે હેલ્પ સેન્ટર શ્રીમતી જી.જે. શેઠ કોમર્સ કોલેજ મોરબી ખાતેથી મળી જશે.




Latest News