મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન 
Breaking news
Morbi Today

મોરબીના ધુળકોટ ગામે સગીરા સાથે દુષ્કર્મ, હળવદમાં સગીરાનું અપહરણ


SHARE











મોરબીના ધુળકોટ ગામે સગીરા સાથે દુષ્કર્મ, હળવદમાં સગીરાનું અપહરણ
 
મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવતા ધુળકોટ (આમરણ) ગામે રહીને ખેતમજૂરીનું કામ કરતા આદિવાસી પરિવારની સગીરા સાથે બાજુની વાડીમાં કામ કરતાં શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તે અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.તે રીતે જ હળવદના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવતા તે અંગે પણ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
 
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ધુળકોટ (આમરણ) ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા આદિવાસી પરિવારની સગીરવયની દીકરી સાથે ગત તા.૪-૫ ના રોજ બાજુની જ વાડીમાં મજૂરી કામ કરતા કલ્પેશ સુખાભાઈ હાલ રહે.ધુળકોટની સીમ તા.જી.મોરબી વાળા દ્વારા દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું.જેથી કરીને ભોગ બનેલ પરિવાર દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે આ બાબતે ફરિયાદ કરવામાં આવતા તાલુકા પીઆઈ એસ.કે.ચારેલ દ્વારા કલ્પેશ સુખાભાઈ નામના ઇસમની સામે બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તે દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
 
તે રીતે જ હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની ૧૭ વર્ષીય સગીરાને લગ્નની લાલચે ફોસલાવી જવામાં આવેલ હોય આરોપી સામે ભોગ બનનારની માતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની લાલચે સગીર વયની દીકરીનું લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ગત તા.૪-૫ ના રોજ વિશાલભાઈ લોદરીયા રહે.સુખપર તા.હળવ એ અપહરણ કરેલ.આ બનાવ અંગે સગીરાની માતા દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેથી પોલીસે ગુનો નોંધીને સગીરાને શોધવા અને આરોપીને પકડવા આગળની તપાસ હાથ ધરી હતી.





Latest News