અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

વાંકાનેરના સરધારકા ગામે રહેતા યુવાન સહિત ત્રણ વ્યક્તિ સાથે કારના ડાઉન પેમેન્ટના નામે 9.51 લાખની છેતરપિંડી


SHARE

















વાંકાનેરના સરધારકા ગામે રહેતા યુવાન સહિત ત્રણ વ્યક્તિ સાથે કારના ડાઉન પેમેન્ટના નામે 9.51 લાખની છેતરપિંડી

વાંકાનેરના સરધારકા ગામે રહેતા યુવાન સહિત જુદા જુદા ત્રણ વ્યક્તિઓને મારુતિ સુઝુકી ફ્રોન્ક્ષ કાર મંગાવી દેવાનું કહીને ડાઉન પેમેન્ટના નામે તેઓની પાસેથી કુલ મળીને 9,51,000 રૂપિયા જુદીજુદી બેન્કના એકાઉન્ટમાં મેળવી લેવામાં આવ્યા હતા ત્યાર બાદ ઈલેક્ટ્રીક ડિવાઇમારફતે કિરણ મોટરમાં ડાઉન પેમેન્ટ ભર્યા અંગેની પહોંચ બનાવી હતી અને સહી સિક્કા કરેલ ખોટા બનાવટી દસ્તાવેજોને વ્હોટ્સએપમાં મોકલાવ્યા હતા અને કુલ ત્રણ વ્યક્તિઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી છે જેથી હાલમાં જુદી જુદી બેંકના ત્રણ એકાઉન્ટના ધારકો સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં સરધારકા ગામે રહેતા જયદીપભાઇ જીવરાજભાઈ ડાભી (28)હાલમાં એસબીઆઇ બેન્કમાં એકાઉન્ટ ધરાવતા મીતરાજસિંહ નિર્મળસિંહ સરવૈયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ધરાવતા નિર્મળસિંહ દશરથસિંહ સરવૈયા અને એસબીઆઇમાં એકાઉન્ટ ધરાવતા મયુરસિંહ કરણસિંહ ઝાલા તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં ફરિયાદી જણાવ્યુ છે કે, તે મોરબીના જેલ રોડ ઉપર આવેલ ગરબી ચોક પાસે હતા ત્યારે આરોપીઓએ ફરિયાદી તથા સાહેમહેશભાઈ અને રવિભાઈને મારુતિ સુઝુકી ફ્રોન્ક્ષ કાર મંગાવી આપવાનો વિશ્વાસ આપીને તેઓની પાસેથી એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્જેક્શન કરીને પૈસા મેળવ્યા હતા.

જેમાં ફરિયાદી પાસેથી 1,61,000 તેમજ સાહેદ મહેશભાઈ પાસેથી 3,95,000 તથા રવિભાઈ પાસેથી 3,95000 આમ કુલ મળીને 9,51,000 આરોપીઓએ જુદી જુદી બેંકના એકાઉન્ટમાં મેળવી લીધા હતા અને ત્યારબાદ ફરિયાદી તથા સાહેને કોઈપણ ઈલેક્ટ્રીક ડિવાઇમારફતે કિરણ મોટર્સમાં ડાઉન પેમેન્ટ ભર્યા અંગેની પહોંચ તથા સહી સિક્કો કરેલ ખોટા બનાવટી દસ્તાવેજ ફરિયાદી તથા સાહેદોને વ્હોટ્સએપમાં મોકલાવેલ હતા અને ફરિયાદી તથા સાહેદોએ આપેલા રૂપિયા પોતાનું એકાઉન્ટમાં મેળવી ફરિયાદી તથા સાહેને કાર ન આપીને તેઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હતી જેથી ભોગ બનેલ યુવાને કરેલ ફરિયાદ આધારે પોલીસે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. અને આ અંગેની આગળની તપાસ એ ડિવિઝનના પીઆઇ આર.એસ.પટેલ ચલાવી રહ્યા છે.






Latest News