મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા ગામના યુવાનનું બાઇક સ્પિલ થતાં ઇજા પામેલ હાલતમાં સારવાર દરમ્યાન મોત


SHARE































વાંકાનેરના મેસરીયા ગામના યુવાનનું બાઇક સ્પિલ થતાં ઇજા પામેલ હાલતમાં સારવાર દરમ્યાન મોત

વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાનનું બાઈક સ્લીપ થયું હતું જેથી તેને પગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો અને ત્યાંથી પરત તેને ઘરે લઈ જતા હતા ત્યારે રસ્તામાં પાછો દુખાવો શરૂ થયો હતો અને બેભાના થઈ જતાં તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી પોલીસે તેની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા લાલજીભાઈ ગોવિંદભાઈ સાકરીયા (34) નામના યુવાનનું ગત તા. 3/4/2025 ના રોજ કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાનને પગે તથા શરીરે ઇજાઓ થયેલ હોવાથી પ્રથમ સારવાર માટે તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને સારવારમાંથી તેઓને પરત ઘરે લઈને આવતા હતા ત્યારે તા. 10/5/25 ના રોજ તેને પાછો દુખાવો ઉપડ્યો હતો અને બેભાન હાલતમાં તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ બોટલ દારૂ સાથે મહિલા પકડાઇ

મોરબીના લાતી પ્લોટ શેરી નં-8 માંથી પસાર થતી મહિલાને રોકીને પોલીસે ચેક કર્યો હતી ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 900 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મહિલા જરીનાબેન સલીમભાઈ ભટ્ટી (34) રહે. લાતી પ્લોટ શેરી નં-8 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે












Latest News