મોરબી નજીક કેટરિંગના માણસોને લઈ જતુ વાહન પલ્ટી જતાં 17 ને ઇજા: વાહન ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના કબીર ટેકરી-વાંકાનેરના કુંભારપરામાં જુગારની બે રેડ: 10 શખ્સ પકડાયા
SHARE







મોરબીના કબીર ટેકરી-વાંકાનેરના કુંભારપરામાં જુગારની બે રેડ: 10 શખ્સ પકડાયા
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં ચલણી નોટના આધારે જુગાર રમતા ચાર શખ્સની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે વાંકાનેરમાં કુંભારપરામાં ભઠ્ઠા પાસે જુગાર રમતા છ શખ્સોને જુગાર રમતા પકડવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં મેઇન રોડ ઉપર જાહેરમાં ચલણી નોટના નંબરના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રવીણભાઈ મોહનલાલ ગોહિલ (35) રહે. નવલખી રોડ શ્રદ્ધા પાર્ક મોરબી, કામરાનભાઈ સલીમભાઈ ચાનિયા (34) રહે. દૂધડેરી પાસે ભગવતી પરા સોસાયટી શેરી નં-3 મધર ટેરેસા આશ્રમની બાજુમાં રાજકોટ, બિલાલભાઈ આદમભાઈ ચાનીયા (35) રહે. રણછોડનગર નિધિ પાર્ક મોરબી અને અશરફભાઈ આમદભાઈ ઓડિયા (51) રહે. લાતી પ્લોટ શેરી નં-1 11 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,400 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે
વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં ભઠ્ઠા નજીક ખુલ્લા પટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા મુકેશભાઈ ભોગીલાલ શાહ (59), વિનોદગીરી જમનાગીરી ગોસ્વામી (70), રૈયાભાઇ મનજીભાઈ ડાભી (67), અતાહુશેન હાતીમભાઇ ત્રિવેદી (50), સત્તારભાઈ અબ્દુલભાઈ ભાડુલા (52) અને કેશુભાઈ પોપટભાઈ માલકીયા (63) મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 7,370 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
