વાંકાનેરના મેસરીયા ગામના યુવાનનું બાઇક સ્પિલ થતાં ઇજા પામેલ હાલતમાં સારવાર દરમ્યાન મોત
માળીયા (મી)ના સરવડ ગામે ગાળો દેવાની ના કહેતા યુવાન અને તેના કૌટુંબિક ભાઈ ઉપર છરી અને ધારિયા વડે પિતા-પુત્રોએ કર્યો હુમલો
SHARE









માળીયા (મી)ના સરવડ ગામે ગાળો દેવાની ના કહેતા યુવાન અને તેના કૌટુંબિક ભાઈ ઉપર છરી અને ધારિયા વડે પિતા-પુત્રોએ કર્યો હુમલો
માળીયા (મી)ના સરવડ ગામે જવાના મેઇન રોડ ઉપરથી યુવાન ગામમાં નરસંગ ભગવાનનો પાઠ હોય ત્યાં જમવા માટે જતો હતો ત્યારે ત્યાં એક શખ્સે તેને ગાળો આપી હતી જેથી યુવાને ગાળો આપવાની ના કહેતા તે સામે વાળાને સારું લાગ્યું ન હતું જેથી બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ ત્રણ શખ્સો દ્વારા છરી અને ધારિયા વડે યુવાન ઉપર હુમલો કરવામાં આવેલ હતો ત્યારે તે યુવાનને બચાવવા માટે તેનો કૌટુંબિક ભાઈ વચ્ચે પડ્યો હતો જેથી તેને પણ છરીના ઘા માર્યા હતા જેથી આ બનાવમાં ઇજા પામેલા બંને યુવાનોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ ઇજા પામેલા યુવાને ગામમાં જ રહેતા પિતા-પુત્રોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણાં તાલુકાના સરવડ ગામે જુના વણકરવાસમાં રહેતા દીપકભાઈ વેલજીભાઈ મુછડીયા (27)એ હાલમાં અરવિંદભાઈ રણછોડભાઈ પરમાર, તુલસીભાઈ રણછોડભાઈ પરમાર અને રણછોડભાઈ પરમારની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓનો કૌટુંબિક ભાઈ પંકજભાઈ હિરજીભાઈ મુછડીયા (35) ગામમાં નરસંગ ભગવાનનો પાઠ હોય ત્યાં જમવા માટે જતો હતો ત્યારે તેઓના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં અરવિંદભાઈ પરમારે તેને ગાળો આપી હતી જેથી પંકજભાઈએ તેને ગાળો આપવાની ના પાડી અને બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યાર બાદ અરવિંદભાઈ તેના ભાઈ તુલસીભાઈ અને તેના પિતા રણછોડભાઈ દ્વારા પંકજભાઈ ઉપર છરી અને ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે અરવિંદભાઈ અને તુલસીભાઈ છરી લઈને આવ્યા હતા જ્યારે રણછોડભાઈ લોખંડનું ધારિયું લઈને આવ્યા હતા અને પંકજભાઈને ગાળો આપીને તુલસીભાઈએ તેના હાથમાં રહેલ છરી વડે પંકજભાઈને પેટ તથા ડાબા ખભામાં ઇજા કરી હતી જેથી ફરિયાદી દીપકભાઈ પંકજભાઈને છોડાવવા માટે વચ્ચે પડતા તેને તુલસીભાઈએ જમણા પડખે પીઠના ભાગે છરીનો ઘા મારી ઇજા કરી હતી અને રણછોડભાઈએ તેના હાથમાં રહેલ ધારીયા વડે જમણા હાથની આંગળીઓમાં માર મારીને ઇજા કરી હતી જે જીવલેણ હુમલામા ઇજા પામેલા બંને ભાઈઓને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ દીપકભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

