મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી: બાગાયતી ખાતાના વિવિધ ઘટકોમાં સહાય લેવા માટે ૯ જૂન સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું


SHARE











મોરબી: બાગાયતી ખાતાના વિવિધ ઘટકોમાં સહાય લેવા માટે ૯ જૂન સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

બાગાયતદારોને ૨૦ ઘટકોમાં બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂત પોર્ટલ ૨.૦ (http//ikhedut.gujarat.gov.in) પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રજુ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાયલક્ષી યોજનાઓ જેવી કે કોલ્ડ સ્ટોરેજ ટેક્નોલોજી ઇન્ડક્શન/ આધુનિકરણ, કોલ્ડ રૂમ (સ્ટેગીંગ), સંકલિત પેક હાઉસ (સાઇઝ ૧૮ મી x ૨૨ મી), ફાર્મ ગેટ પેક હાઉસ - (એકમની સાઇઝ 9 મી x 6 મી), ૫) કલમોના બહોળા ઉત્પાદન માટે પ્લાન્ટીંગ મટીરીયલ, મધર બ્લોકની આયાત કરવા માટે (FPOs, FIGs, SHGs, સહકારી સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રો માટે), કોલ્ડ સ્ટોરેજ યુનિટ ટાઇપ-૧ ( CS-1), કોલ્ડ સ્ટોરેજ પ્રકાર-II ને C.A. સાથે CS-2-CA, સોલાર ક્રોપ ડ્રાયર (૨૪ કલાકના બેકઅપ સાથે), મુલ્યવર્ધન માટે સેકન્ડરી પ્રોસેસીંગ યુનિટ, (સંગ્રહ અને સંકલન કેન્દ્ર - 22.00 મીટર x 26.00 મીટર), પ્રાઇમરી/મીનીમલ પ્રોસેસીંગ યુનિટ, લો કોસ્ટ ડુંગળી/લસણના સંગ્રહ સ્ટ્રકચર માટે સહાય, મોબાઇલ પ્રીફુલીંગ યુનિટ, નાની નર્સરી (૦.૪ થી ૧ હે.), નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના કરવા સહાય, રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વ્હીકલ, નોન-પ્રેશરાઇઝ્ડ રાઇપનીંગ ચેમ્બર CS-3, પોલીહાઉસ /હાઇબ્રીડ /રીટ્રેક્ટેબલ માળખા માટે સહાય, નેટહાઉસ /એગ્રો ટેક્ષ્ટાઇલ નેટ હાઉસ માટે સહાય, વગેરે જેવા ૨૦ ઘટકોમાં બાગાયતી યોજનાઓનો લાભ લેવા તા.૦૯/૦૬/૨૦૨૫ સુધી દરેક ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ ( http//ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવેલ છે.






Latest News