મોરબીના બંધુનગર પાસે રીવર્સમાં આવેલ યુટીલીટીના ચાલકે હડફેટે લેતા આધેડ મહિલાનું મોત
SHARE







મોરબીના બંધુનગર પાસે રીવર્સમાં આવેલ યુટીલીટીના ચાલકે હડફેટે લેતા આધેડ મહિલાનું મોત
મોરબી-વાંકાનેર હાઈવે ઉપર આવેલ બંધુનગર ગામે બનેલ અકસ્માતના બનાવમાં વાંકાનેરના મહિલાનું મોત નિપજેલ છે.મોરબી તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત તા.9-5ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં બંધુનગર ગામની પાસે આવેલા પેગ્વીન સિરામીકની પાસે રોડની સાઈડમાં મંજુબેન ભરતભાઈ સોઢા નામના 50 વર્ષના આઘેડ મહિલા રોજની સાઈડમાં ઉભા હતા.ત્યારે અજાણ્યા યુટીલીટી જેવલા વાહનના ચાલકે આગળ પાછળ જોયા વગર બેદરકારી પુર્વક ડ્રાઈવિંગ કરીને યુટીલીટીને રીવર્સમાં લેતા સમયે પાછળ ઉભેલા મંજુબેન ભરતભાઈ સોઢા (ઉ.વ.50) રહે.જીનપરા વાંકાનેર જી.મોરબીને હડફેટે લીધા હતાં.
વૃદ્ધ સારવારમાં
હળવદ તાલુકાના કડીયાણા ગામ પાસેના સુંદરગઢ ખાતે રહેતા નટુભાઈ સોમનાથભાઈ સુથાર નામના 80 વર્ષના વૃદ્ધ મોટર સાયકલમાં બેસીને જતા હતા ત્યારે ગામનો તેમનું વાહન સ્લીપ થતા સારવાર માટે અહીંની સાયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતાં. તે રીતે જ હળવદના ચરાડવા ગામનો નિલેશ મગનભાઈ માકાસણા નામનો 38 વર્ષનો યુવાન બાઈકને જતો હતો. ત્યારે ગામ નજીક સ્લીપ થઈ જતા ઈજા પામ્યો હતો.
ફિનાઈલ પી લેતા સારવારમાં
હળવદના રહેવાસી પ્રયાગરાજ રાજેન્દ્રકુમાર આચાર્ય નામના 37 વર્ષના યુવાનો કોઈ કારણોસર તેના ઘરે ફિનાઈલ પી લીધુ હતું.જેથી તેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે જયારે રાજકોટ હાઈવે લજાઈ ગામ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજાઓ થતા કિશન મનસુખભાઈ વ્યાસ નામના 24 વર્ષના યુવાનને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
ચોરીમાં પકડાયો
મોરબીના સામાકાંઠે પાડાપુલ નીચે આવેલ સ્વામી નારાયણ મંદિરની પાસેથી વનરાજ નાનુભાઈ વાઢેરનું બાઈક ચોરી થયું હતું.જેની ફરિયાદ નોંધાવા પામી હતી અને તપાસ દરમ્યાન ઈરફાન યાસીનભાઈ કરીયા જાતે મીયાંણા (ઉ.વ.24) રહે.જોન્સનગર લુકસ ફર્નિચર પાસે લાતી પ્લોટ વિસ્તાર વાળાની સંડોવણી સામે આવતા બાઈક ચોરીના ગુનામાં પીએસઆઈ એમ.આર.સિંધવ દ્વારા ઈરફાન કરીયાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
