મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં જર્જરિત મકાન તૂટી પડવાથી થનાર નુકશાની માટે માલિક જવાબદાર: મહાપાલિકા


SHARE











મોરબીમાં જર્જરિત મકાન તૂટી પડવાથી થનાર નુકશાની માટે માલિક જવાબદાર: મહાપાલિકા

મોરબી સહિત રાજ્યમાં ચોમાસા દરમ્યાન ઘણી વખત જર્જરિત મકાન કે મિલકત પડે તેવી ઘટનાઓ બનેલ છે ત્યારે આગામી ચોમાસા પહેલા જર્જરિત મકાન તોડી પાડવા માટે આસામીઓને સૂચના અપવામા આવેલ છે અને જો વરસાદને કારણે કોઈ જર્જરિત મકાન તૂટી પડે અને કોઇના પણ માલ સામાનને નુકશાન થશે કે પછી જાનહાની થશે તો તેના માટે મિલકતના માલિક/ કબજેદારની જવાબદારી રહેશે તેવું મહાપાલિકાના સીટી ઈજનેરજણાવ્યું છે.

 મોરબી મહાપાલિકાના સીટી ઈજનેરે જણાવ્યુ હતું કે, મોરબી શહેરી વિસ્તારમાં જે જર્જરિત મિલકતો આવેલ છે અને આગામી સમયમાં ચોમાસા દરમ્યાન અતિભારે વરસાદ પડે ત્યારે જર્જરિત મિલકત કે મકાન તૂટી પડવાથી જાનમાલને નુકશાન ના થાય તે માટે આસામીને મિલકત તાત્કાલિક ઉતારી લેવા માટેની જાહેર નોટીસ આપવામાં આવેલ છે જો કે, જર્જરિત મિલકત ન તોડવામાં આવે અને કોઈ દુઘર્ટના થશે અને તેમાં કોઈપણ વ્યક્તિના જાન માલને કોઈપણ પ્રકારનું નુકશાન થશે તો તેના માટે જે તે મિલકતના આસામીની જ જવાબદારી રહેશે. અને ખાસ કરીને જે મિલકતમાં સરકારી દાવા ચાલતા હોય તેવા કિસ્સામાં કાયદાની જોગવાઈને આધીન અમલવારી કરવાની રહેશે.






Latest News