મોરબીમાં જર્જરિત મકાન તૂટી પડવાથી થનાર નુકશાની માટે માલિક જવાબદાર: મહાપાલિકા
મોરબીમાં રમતાં રમતાં ગટરમાં પડી ગયેલ દોઢ વર્ષમાં બાળકનું મોત: પરિવારજનો શોકમગ્ન
SHARE







મોરબીમાં રમતાં રમતાં ગટરમાં પડી ગયેલ દોઢ વર્ષમાં બાળકનું મોત: પરિવારજનો શોકમગ્ન
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાનામાં રહીને ત્યાં જ મજુરી કામ કરતા પરીવારનો સૌરભ વેશરૂમભાઈ પૌૈલ નામનો દોઢ વર્ષનો બાળક યુનીટમાં રમતો હતો. દરમ્યાનમાં તે ત્યાં આવેલ ગટરમાં પડી ગયો હતો જેના પગલે તેનું મોત નિપજયું હતું.ડેડબોડીને અત્રેની સિવિલે ખસેડવામાં આવ્યું હતું. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરીયાએ તપાસ કરી હતી.જયારે મુળ મધ્યપ્રદેશનો અને હાલ મોરબી રહીને મજુરીકામ કરતા દુબલભાઈ નાયકડાભાઈ ધાણક નામનો 32 વર્ષનો યુવાન મોરબીનાં ગોરખીજડીયા ગામે આવેલ ઓટોપેક નામના કારખાનામાં કામ કરતો હતો.
મહીલા સારવારમાં
મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પતિના બાઈકની પાછળ બેસીને શોભેશ્ર્વર રોડ બાજુ જતા વખતે બાલાશ્રમની પાસે બાઈક સ્લીપ થઈ જતા કાંતાબેન રમેશભાઈ (ઉ.વ.45) રહે વાવલાવાસ વારાહી પાટણ નામની મહિલાને ઈજાઓ થતા સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.
મારામારીમાં ઈજા
મોરબીના સામાકાંઠે આવેલા કેસરબાગની પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થતા સરીતાદેવી શાનમહમદખાન નામની 35 વર્ષની મહિલાને ઈજાઓ થતા સારવારમાં સિવિલે લઈ જવાયા હતાં. તેમજ મોરબી વજેપરમાં રહેતા રંજનબેન જગદીશભાઈ પરમાર નામના 47 વર્ષના મહિલા નવલખી રોડ મશાલની વાડી પાસે રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે અજાણી કારના ચાલકે તેઓને હડફેટે લેતા ઈજાગ્રસ્ત હાલતમાં આયૂષ હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યા હતાં
