મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ


SHARE









મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં મફતિયાપરા ચાનિયા જમાત પાસે એક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 335 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2,99,353 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.બી.જાડેજાની સૂચના મુજબ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન મોરબી એ ડિવિઝન સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી શેરી નંબર 2 માં મફતિયાપરામાં ચાનીયા જમાત પાસે આવેલ સાહિલ ચાનિયા રહે. વાઘપરા શેરી નં. 12 વાળાના કબજા વાળા મકાનમાં સાહિલ ચાનીયા તથા જયદીપસિંહ મહોબતસિંહ ઝાલા નામના બે શખ્સોએ દારૂનો જથ્થો મંગાવીને રાખ્યો હોવાની અને તેને સગેવગે કરવાની તૈયારીમાં છે તેવી સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી દરમિયાન સ્થળ ઉપરથી દારૂની મોટી 295 બોટલ તથા નાની 40 બોટલ આમ કુલ મળીને 335 બોટલ મળી આવતા પોલીસે 2,99,353 ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો જો કે, રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી સાહિલ સીદીકભાઈ ચાનિયા રહે. વાઘપરા શેરી નં. 12 તથા જયદીપસિંહ મહોબતસિંહ ઝાલા રહે. પરસોતમ ચોક કાલિકા પ્લોટ પાસે મોરબી વાળાની સામે ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News