મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઇકો ગાડીને ચાલાકે હડફેટે લેતા રાહદારી યુવાનને છાતી-કમરમાં ફ્રેકચર


SHARE







વાંકાનેરમાં ઇકો ગાડીને ચાલાકે હડફેટે લેતા રાહદારી યુવાનને છાતી-કમરમાં ફ્રેકચર

વાંકાનેર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ પટેલ સમાજની વાડી સામેથી યુવાન પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે ઇકો ગાડીને ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને છાપી અને કમરના ભાગે ફેક્ચર જેવી ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હાલમાં યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મિલ પ્લોટમાં આવેલ મિલકોલોની સોસાયટીમાં રહેતા શહેબાઝ મેહબુબભાઇ બુખારી (28)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ઇકો ગાડી નંબર જીજે 36 એફ 3796 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ પટેલ સમાજની વાડી પાસેથી તે પગપાળા ચાલીને જતો હતો ત્યારે સામેથી આવેલ ઇકો ગાડીના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ફરીયાદી યુવાનને છાતી અને કમરના ભાગે ફેક્ચર જેવી ઈજા થયેલ છે માટે તેને સારવારમાં ખસેડાયો હતો અને ત્યારબાદ ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકોના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ રૂ કરેલ છે.






Latest News