વાંકાનેરમાં ઇકો ગાડીને ચાલાકે હડફેટે લેતા રાહદારી યુવાનને છાતી-કમરમાં ફ્રેકચર
મોરબીમાં લાતી પ્લોટ મેઇન રોડેથી બાઈકની ચોરી કરનાર શખ્સ ચોરાઉ બાઇક સાથે ઝડપાયો
SHARE







મોરબીમાં લાતી પ્લોટ મેઇન રોડેથી બાઈકની ચોરી કરનાર શખ્સ ચોરાઉ બાઇક સાથે ઝડપાયો
મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર આવેલ બાલાજી ટૂલ નામની દુકાન પાસે સજનપર ગામના રહેવાસી યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચોરાઉ બાઇક સાથે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા વિઠ્ઠલભાઈ નારણભાઈ સિણોજીયા (60)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુસબભાઇ હાસમભાઇ ભટ્ટી રહે. વીસીપરાની પાછળ ખાડા વિસ્તાર મોરબી વાળા સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર આવેલ બાલાજી ટૂલ નામની દુકાન પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે 3 એફબી 4516 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી 40,000 ની કિંમતના બાઈકની ચોરીની યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને આ ગુનામાં આરોપી જુસબભાઈ હાસમભાઈ ભટ્ટી (21) રહે. વીસીપરા પાછળ ખાડા વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
