મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી 200 મીટર કેબલ વાયર સહિત 16 હજારના મુદામાલની ચોરી


SHARE













મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી 200 મીટર કેબલ વાયર સહિત 16 હજારના મુદામાલની ચોરી

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બનતા બ્રિજના કામ પાસે નાખવામાં આવેલ 200 મીટર કેબલ વાયર તથા અન્ય વસ્તુ મળીને 16,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હાલ અમદાવાદ ખાતે રહેતા અરવિંદસિંગ કરણસિંગ લોધી (37)અજાણ્યા શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે તાલુકા પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં નવા બનતા બ્રિજ નીચે ફરિયાદીની સરકારી કચેરીના એલ એન્ડ ટી કંપની દ્વારા નાખેલ એનએફએસઓએફસી કેબલમાંથી 200 મીટર કેબલ વાયર જેની કિંમત 14,000 રૂપિયા તથા તેની સાથે લાગેલ જોઈન્ટ ક્લોઝર જેની કિંમત 2,000 આમ કુલ મળીને 16,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News