મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસકર્મી સહીત ત્રણ સાથે કારના ડાઉન પેમેન્ટના નામે 9.51 લાખની છેતરપિંડી કેસમાં એક જેલ હવાલે


SHARE











મોરબીમાં પોલીસકર્મી સહીત ત્રણ સાથે કારના ડાઉન પેમેન્ટના નામે 9.51 લાખની છેતરપિંડી કેસમાં એક જેલ હવાલે

વાંકાનેરના સરધારકા ગામે રહેતા યુવાન સહિત જુદા જુદા ત્રણ વ્યક્તિઓને મારુતિ સુઝુકી ફ્રોન્ક્ષ કાર મંગાવી દેવાનું કહીને ડાઉન પેમેન્ટના નામે તેઓની પાસેથી કુલ મળીને  9.51 લાખ જુદીજુદી બેન્કના એકાઉન્ટમાં મેળવી લેવામાં આવ્યા હતા ત્યાર બાદ ઈલેક્ટ્રીક ડિવાઇઝ મારફતે કિરણ મોટરમાં ડાઉન પેમેન્ટ ભર્યા અંગેની પહોંચ બનાવી હતી અને સહી સિક્કા કરેલ ખોટા બનાવટી દસ્તાવેજોને વ્હોટ્સએપમાં મોકલાવ્યા હતા અને કુલ ત્રણ વ્યક્તિઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી છે જેથી જુદી જુદી બેંકના ત્રણ એકાઉન્ટના ધારકો સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીયેલ જેમાં એકને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

વાંકાનેર તાલુકાનાં સરધારકા ગામે રહેતા જયદીપભાઇ જીવરાજભાઈ ડાભી (28) એ એસબીઆઇ બેન્કમાં એકાઉન્ટ ધરાવતા મીતરાજસિંહ નિર્મળસિંહ સરવૈયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ધરાવતા નિર્મળસિંહ દશરથસિંહ સરવૈયા અને એસબીઆઇમાં એકાઉન્ટ ધરાવતા મયુરસિંહ કરણસિંહ ઝાલા તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ જેમાં ફરિયાદી જણાવ્યુ છે કે, તે મોરબીના જેલ રોડ ઉપર આવેલ ગરબી ચોક પાસે હતા ત્યારે આરોપીઓએ ફરિયાદી તથા સાહેદ મહેશભાઈ અને રવિભાઈને મારુતિ સુઝુકી ફ્રોન્ક્ષ કાર મંગાવી આપવાનો વિશ્વાસ આપીને તેઓની પાસેથી એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્જેક્શન કરીને પૈસા મેળી લીધા હતાજેમા ફરિયાદી પાસેથી 1,61,000 તેમજ સાહેદ મહેશભાઈ પાસેથી 3,95,000 તથા રવિભાઈ પાસેથી 3,95000 આમ કુલ મળીને 9,51,000 આરોપીઓએ જુદી જુદી બેંકના એકાઉન્ટમાં મેળવી લીધા હતા અને ત્યારબાદ ફરિયાદી તથા સાહેદને કોઈપણ ઈલેક્ટ્રીક ડિવાઇઝ મારફતે કિરણ મોટર્સમાં ડાઉન પેમેન્ટ ભર્યા અંગેની પહોંચ તથા સહી સિક્કો કરેલ ખોટા બનાવટી દસ્તાવેજ ફરિયાદી તથા સાહેદોને વ્હોટ્સએપમાં મોકલાવેલ હતા અને ફરિયાદી તથા સાહેદોએ આપેલા રૂપિયા પોતાનું એકાઉન્ટમાં મેળવી ફરિયાદી તથા સાહેદોને કાર ન આપીને તેઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હતી જેથી ભોગ બનેલ યુવાને કરેલ ફરિયાદ આધારે પોલીસે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો હતો.પોલીસ કર્મી સહીતને સસ્તામાં કાર આપવાની લાલચ આપવામાં આવી હતી અને તેમાં પ્રથમ સુરત ખાતે બુકિંગ કરવામાં આવેલ છે તેમ કહેવામાં આવ્યું હતું.જેથી સામેવાળા પોસીસમેનોએ ચાલો કાર જોવા જઈએ તેમ કહેતા ફ્રોડ કરનાર વ્યક્તિ દ્વારા નવો પેંતરો અજમાવવામાં આવ્યો હતો અને બાદમાં હિંમતનગરમાં કારનું બુકિંગ કરાવવામાં આવ્યું છે તેમ જણાવવામાં આવ્યું હતું.ત્યાં કોઈ સાથે પાંચ-પાંચ હજાર ડાઉન પેમેન્ટમાં કારનું બુકિંગ કરવામાં આવ્યું હતું.જેની રીસીપ બતાવવામાં આવી હતી અને તેના આધારે પોલીસ કર્મચારી સહીતનાઓને સીસામાં ઉતારવામાં આવ્યા હતા.આ ગુનામાં એ ડિવિઝનના પીઆઇ પટેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે ફ્રોડ કરનાર કાર લે-વેચનું કામ કરતા મીતરાજસિંહ નિર્મળસિંહ સરવૈયા દરબાર (૨૧) રહે. ઋષભનગર મેઇન રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ સામાકાંઠે મોરબી-૨ મૂળ રહે.રાણી ગામ તા.જેસર જી.ભાવનગર વાળની ગત તા.૧૧-૫ ના બપોરના બે વાગ્યાના અરસામાં અટકાયત કરવામાં આવી હતી અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવા હુકમ કરાયો હતો.જેથી પોલીસ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું એ ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ નજીક આવેલ હોટલ સરોવર પાર્ટીકો પાસે રોડ ઉપરના ખાડામાં બાઇક સ્લીપ થવાનો બનાવ બનેલ જેમાં નિકુંજ પ્રવીણભાઈ હાપલિયા (૨૭) રહે.જામનગર ને અકસ્માતમાં ઇજા થવાથી સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મૂળ ઓરીસાનો અને હાલ મોરબી રહેતો કિશોર પ્રેમાનંદભાઈ નામનો ૨૩ વર્ષનો યુવાન રંગપર ગામ પાસેથી સાયકલમાં જતો હતો ત્યાં રસ્તામાં સાયકલમાંથી અકસ્માતે પડી જતા ઈજા પામ્યો હોય સારવારમાં લઈ જવાયો હતો.તેમજ રવાપર ચોકડીથી ઘુનડા જતા રસ્તે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા પામેલ નીરજ જેન્તીભાઈ સંઘાણી (૩૦) રહે. ભગવતી ટાવર બોનીપાર્ક રવાપરને પણ અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.






Latest News