મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી સિવિલમાં સગર્ભાએ નોર્મલ ડિલિવરીથી બાળકને જન્મ આપ્યા બાદ મહિલાનું સારવારમાં મોત


SHARE











મોરબી સિવિલમાં સગર્ભાએ નોર્મલ ડિલિવરીથી બાળકને જન્મ આપ્યા બાદ મહિલાનું સારવારમાં મોત

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં મહિલાને પ્રસુતિનો દુખાવો ઉપાડતા તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં નોર્મલ ડિલિવરીથી મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો ત્યારબાદ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ રોક ગ્રેનાઈટો સીરામીક કારખાનાની લેબર કોલોનીના કવાર્ટરમાં રહેતા જમુનાબેન રામા હોકંદા હો (38) નામની મહિલાને ગત તા. 14/5 ના રોજ પ્રસુતિનો દુખાવો થતાં તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ મહિલાએ નોર્મલ ડીલેવરીથી બાળકને જન્મ આપ્યો હતો અને તે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા દરમિયાન તા 15/5 ના રોજ વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં તે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ થતાં અકસ્માત

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ મેઘાણીની વાડીમાં રહેતા જગદીશભાઈ જલાભાઇ ડાભી (38) નામનો યુવાન શનાળા રોડ ઉપર મોમ્સ હોટલ પાસેથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે તે યુવાનને ઇજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આવી જ રીતે મોરબીના જાંબુડીયા ગામે રહેતો યુવરાજ પ્રવીણભાઈ પરમાર (4) નામનો બાળક મોરબીના જેલ રોડ ઉપર આવેલ નીલકમલ સોસાયટીમાં બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થયું હતું જેથી તે બાળકને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News